Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતી ગરબાની રમઝટ

ઝૂલણ મોરલીવાગી રજૂ થતાં ઉત્સાહી દર્શકોએ સ્ટેડિયમમાં ગરબા કર્યા

ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદીનો હાઉ ડી મોદી કાર્યકમ શરૂ થઈ ગયો છે. કાર્યક્રમની શરૂઆતમાં સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલી રહ્યાં છે. ગુરબાની પછી અમેરિકન ભારતીયોની ઝાંખી રજૂ કરી હતી.

કાર્યક્રમમાં બાંગ્લા ભાષાના એકલા ચાલો ગીતની પ્રસ્તુતિ થઈ હતી. ગુજરાતી ગરબો ઝૂલણ મોરલી વાગી રજૂ થતાં ઉત્સાહી દર્શકોએ સ્ટેડિયમમાં ગરબા કર્યા હતા. આ ઉપરાંત ગોકુશળ આવો ગિરધારી ઉપર પણ નૃત્ય થયું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અમેરિકાના સાત દિવસના પ્રવાસે છે. હ્યુસ્ટનમાં યોજાઈ રહેલા 'Howdy Modi' સમારોહમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ સામેલ થવાના છે.

સાત દિવસના આ પ્રવાસ દરમિયાન તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બે વખત મળશે.

બન્ને નેતા આજે હ્યુસ્ટનમાં ભારતીયોને સંબોધશે.

બન્ને નેતાઓ 24 સપ્ટેમ્બરે ન્યૂયૉર્કમાં પણ મળશે, જ્યાં મોદી સંયુક્ત રાષ્ટ્રના વાર્ષિક મહાધિવેશનમાં હાજર રહેશે.

(8:52 pm IST)