Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

અમેરિકામાં પીએમ મોદીને એવોર્ડ આપતા નહીં : ત્રણ નોબેલ વિજેતાઓએ પત્ર લખીને અપીલ કરી

કાશ્મીરમાં માનવાધિકારનું ઉલ્લંઘન અને અલ્પસંખ્યકો પર હુમલા જેવા કારણો ગણાવ્યા

નવી દિલ્હી : અમેરિકામાં વડાપ્રધાન મોદીને એવોર્સ આપવા સામે વિરોધ વ્યક્ત કરાયો છે ત્રણ નોબેલ પુરસ્કાર વિજેતા મૈરીડ મેગ્યોર, તવ્વકોલ અબ્દેલ સલામ કરમાન અને શિરીન ઈબિદ્દીએ બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનનને પત્ર લઈને તેમના દ્વારા વડાપ્રધાન મોદીને એવોર્ડ આપવાનો વિરોધ કર્યો છે

  વડાપ્રધાન મોદી 21 થી 28 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન તેમને સમ્માનિત કરવાનું છે. ત્રણેય નોબલ વિજેતાઓ પત્ર દ્વારા અપીલ કરતા કાશ્મીરમાં માનવાધિકારનું ઉલ્લંઘન અને અલ્પસંખ્યકો પર હુમલા જેવા કારણો જણાવ્યા છે.

   પોતાના પત્રમાં નોબેલ વિજેતાઓએ જણાવ્યું કે, તેઓ મહાત્મા ગાંધીના આદર્શો અને તેમની રાષ્ટ્રની સંકલ્પના, જેમાં એકબીજા પ્રત્યે સમ્માન, સહિષ્ણુતા અને સમભાવની કદર કરીએ છીએ. તમારા સંગઠનમાં પણે ગાંધી વિચારધારાની છાપ જોવા મળે છે. તમારી વેબ સાઈટ પર પ્રથમ સંદેશ પણ છે, તમામ જિંદગીઓનું સમાન મુલ્ય છે.

   વિજેતાઓએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત ગંભીર સંકટમાં જઈ ચૂક્યું છે. જેમાં માનવાધિકારો અને લંકતંત્રની ચિંતા નથી કરવામાં આવી રહી. જે આપણા માટે ચિંતાનો વિષય છે. તમારા ફાઉન્ડેશનનું મિશન પર જિંદગીઓ બચાવવા અને અસમાનતા સાથે લડવાનો છે.

   બ્લેકઆઉટની વાત કરતા નોબલ વિજેતાઓએ લખ્યું કે, કાશ્મીરમાં કિંડર ગાર્ડનથી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ સ્કૂલ કે કોલેજ નથી જઈ રહ્યાં. 2014માં ભાજપના સત્તામાં આવ્યા બાદ મુસ્લિમ, ખ્રિસ્તિ અલ્પસંખ્યકો અને દલિતો પર હુમલાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    ત્રણ નોબેલ પુરસ્કાર વિજેતા મૈરીડ મેગ્યોર, તવ્વકોલ અબ્દેલ સલામ કરમાન અને શિરીન ઈબિદ્દીએ બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનનને પત્ર લઈને તેમના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એવોર્ડ આપવાનો વિરોધ કર્યો છે. જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી 21 થી 28 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન તેમને સમ્માનિત કરવાનું છે. ત્રણેય નોબલ વિજેતાઓ પત્ર દ્વારા અપીલ કરતા કાશ્મીરમાં માનવાધિકારનું ઉલ્લંઘન અને અલ્પસંખ્યકો પર હુમલા જેવા કારણો જણાવ્યા છે.

(5:17 pm IST)