Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

ઉતરપ્રદેશની યોગી સરકારના પુર્વ મુખ્‍યમંત્રી મુલાયમની કાર સર્વિસ કરવાના ખનખનીયા આપવા સરકારનો ઇન્‍કાર, ર૬ લાખનો અધધ ખર્ચ રીપેર માટે કરી શકાય ? થઇ શકે ? નાણા મંત્રાલય - સુરક્ષા વિભાગ વચ્‍ચે મતભેદ સર્જાયા

લખનઉ, : ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં પૂર્વ મુખ્ય મંત્રી મુલાયમ સિંહના દિવસો ખરાબ આવી ગયા છે.પાછલા કેટલાક દિવસોમાં તેમને એક પછી એક એવા ત્રણ ઝાટકા તો લાગી જ ગયા હતા. હવે સરકારે મુખ્ય મંત્રી તરીકે તેમને ફાળવેલી લકઝરી કારની સર્વિસ કરાવવાના પૈસા નહીં હોવાના કારણે આ કાર પણ તેમની પાસેથી છીનવાઇ જશે.

રાજ્યના સંપત્તિ વિભાગે મુલાયમ સિંહની લકઝરી કાર મર્સીડીઝ એસયુવીની સર્વિસ માટે ખર્ચ ફાળવવા ઇનકાર કરી દીધો હતો. પૂર્વ મુખ્ય મંત્રી હોવાના કારણે તેમને લકઝરી એસયુવી કાર ફાળવવામાં આવી હતી.

સર્વિસ માટે રૂપિયા 26 લાખનો ખર્ચ હોવાના કારણે નાણા મંત્રાલય અને સુરક્ષા શાખા વચ્ચે મતભેદો ઊભા થયા હતા. બંને વિભાગોએ કારની સર્વિસ માટે એક બીજાને પત્રો લખ્યા હતા, પરંતુ પત્રોની આપ લે છતાં કોઇ મંત્રાલય કારના રિપેર માટે પૈસા ખર્ચવા તૈયાર નથી. પરિણામ એ આવશે કે મુલાયમ સિંહ પાસેથી આ લકઝરી કાર છીનવી લેવાશે આૃથવા તો તેમને બીજી કોઇ નાની કાર અપાશે.

મળતી માહિતી મુજબ પ્રશાસને મુલાયમ સિંહ માટે એક ટોયોટા પ્રાડો તૈયારી કરી હતી. હાલમાં નેતાજી પાસે બીએમડબલ્યુ કાર છે. અગાઉ રાજ્યના 18 પૂર્વ મુખ્ય પ્રધાનોનો ટેક્સ પણ રાજ્ય સરકારની તિજોરી ભરતી હતી. આ અંગે વિવાદો ઊભા થતાં તે બંધ કરાયા હતા.ઉપરાંત રાજ્યના ર્ એક હજાર જેટલા પૂર્વ પ્રધાનોનો ટેક્સ પણ રાજ્ય સરકાર ભરતી હતી.

રાજ્ય સરકારે આ પ્રથો બંધ કરાતા કેટલાક પૂર્વ મંત્રીઓ ગુસ્સે ભરાયા હતા. યોગી આદિત્યનાથ મુખ્ય મંત્રી બનતા તેમનો ટેક્સ પણ રાજ્ય સરકાર જ ભોગવે છે. રાજ્યના મુખ્ય મંત્રીઓ અને મંત્રીઓના ટેક્સ ભરવાનો સિલસીલો વિશ્વનાથ પ્રતાપ સિંહ ઉત્તર પ્રદેશના મુખ્ય બન્યા હતા ત્યારે શરૂ કરાયો હતો.

(2:01 pm IST)
  • ગાંધીનગરમાં ભરબપોરે અડધો કલાક ધોધમાર વરસાદ : બપોરે 3-30 વાગ્યે વડોદરા બાયપાસ પર ધોધમાર વરસાદનું ઝાપટું access_time 5:33 pm IST

  • ચૂંટણી પંચની પત્રકાર પરીષદઃ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીની જાહેરાતઃ બંને રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં ચૂંટણી યોજાશેઃ ઝારખંડમાં ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજાશે access_time 12:14 pm IST

  • રાત્રે ૧૦.૩૦ વાગ્યાની લેઇટેસ્ટ ઇનસેટ તસ્વીરમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાત ઉપર ઘટાટોપ વાદળાઓ ગંજ ખડકાયેલા જોવા મળે છે. access_time 12:47 am IST