Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

મહારાષ્‍ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઇને અટકળોની આંધીની શરૂઆતઃ શુ ભાજપ શિવસેના - ર૦૧૪ નો ઇતિહાસ ફરી રચી શકે?

નવી દિલ્‍હી : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ છે. 288 બેઠકવાળી મહારાષ્ટ્ર વિધાનસભા માટે 21 ઑક્ટોબરે મતદાન યોજાશે. જ્યારે 24 ઑક્ટોબરે મતગણતરી થશે.

સવાલ એ થાય કે શું કૉંગ્રેસ અને શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) ભાજપ અને શિવસેના સામે કોઈ મોટો પડકાર બની રહેશે કે પછી પાંચ મહિના પહેલાં યોજાયેલી લોકસભા ચૂંટણી જેવાં પરિણામો આવશે.

શું શિવસેના-ભાજપ 2014નું પ્રદર્શન રિપીટ કરશે કે વર્ષોથી મહારાષ્ટ્રની સત્તામાં રહેલા કૉંગ્રેસ-એનસીપી ફરીથી ઊભરી આવશે?

2014માં દિલ્હીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની પૂર્ણ બહુમતીવાળી સરકાર બન્યા બાદ એ જ હવા છ મહિના બાદ થયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ ફેલાઈ હતી.

મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વમાં સરકાર બની અને દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મંત્રી બન્યા. જોકે ભાજપને સ્પષ્ટ બહુમતી નહોતી મળી.

એ સમયે સીટોની વહેંચણી મુદ્દે 25 વર્ષ જૂનું ભાજપ-શિવસેનાનું ગઠબંધન તૂટી ગયું હતું અને બંને પક્ષો પોતાની રીતે ચૂંટણી લડ્યા હતા.

પરંતુ ચૂંટણી બાદ ત્રણ મહિનામાં જ શિવસેનાએ સમજૂતી કરી લીધી અને તેના 63 ધારાસભ્યો સરકારમાં સામેલ થઈ ગયા.

આ અગાઉ 1995માં શિવસેના-ભાજપની મહારાષ્ટ્રમાં સરકાર બની હતી, જે રાજ્યની પહેલી બિનકૉંગ્રેસી સરકાર હતી.

અગાઉ મહારાષ્ટ્રમાં 1999થી 2014 એટલે 15 વર્ષ કૉંગ્રેસ-એનપીસી ગઠબંધનની સરકાર રહી, પરંતુ 2014માં તેઓ ભાજપના મુકાબલે પાછળ રહી ગઈ હતી.

છેલ્લાં પાંચ વર્ષમાં શું થયું?

શિવસેના-ભાજપના ગઠબંધનથી મહારાષ્ટ્રમાં સરકાર તો બની, પરંતુ આંતરિક ઝઘડાને કારણે તેઓ ચર્ચામાં રહ્યા.

શિવસેના સત્તામાં સામેલ થઈ, પરંતુ ભાજપની રાજકીય અને આર્થિક નીતિઓ સામે હંમેશાં આક્રમક વલણ અપનાવ્યું. વિપક્ષ કરતાં પણ વધુ.

પછી તે નોટબંધી હોય, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનો નિર્ણય હોય કે પછી મુંબઈ મેટ્રોના કારશેડનો વિરોધ- શિવસેનાએ હંમેશાં આક્રમક વલણ અપનાવ્યું.

છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યમાં થયેલી મોટા ભાગની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાની જીત થઈ છે.

પછી પંચાયતની ચૂંટણી હોય, નગરપાલિકા કે મહાનગરપાલિકા. શિવસેના-ભાજપે અલગઅલગ ચૂંટણી લડી, પરંતુ વિપક્ષોને મોકો ન આપ્યો.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં બંને વચ્ચે જોરદાર જંગ જામ્યો.

(2:00 pm IST)
  • સુરતના કિંમના હથોડા-મોટી નારોલી રસ્તા પર ઝાડ સાથે મોટર સાયકલ ભટકતા અકસ્માત: મોટર સાયકલમાં સવાર માતા, પિતા અને પુત્રીને ઇજા: રાહદારીઓ દ્વારા તાત્કાલિક 108 ને જાણ કરાઈ: જો કે દોઢ કલાક સુધી 108 નહીં આવતા માતાનું નીપજ્યું મોત access_time 9:10 pm IST

  • દિલ્હી અને ગ્રેટર નોઈડામાં પોલીસ અથડામણ : ઈનામી આરોપી સહીત બે ઝડપાયા : ગ્રેટર નોઇડ્સમાં 25 હજારના ઈનામી બદમાશ મનીષની ધરપકડ : દિલ્હીના કૈર ગામમાં નંદુ ગેંગ સાથે પોલીસની અથડામણ access_time 1:05 am IST

  • અમદાવાદના કોબાથી વિસત તરફના રોડ પર પીધેલા કાર ચાલકે અનેકને લીધા અડફેટે : ચારથી પાંચ વાહનો સાથે અકસ્માત કર્યો : પોલીસે કર્યો પીછો: કારચાલકે ભાગવા કર્યો પ્રયાસ : મહિલા પીએસઆઇને પણ ટક્કર મારી : પોલીસે મહા મુસીબતે આખરે તેને પકડી પાડ્યો access_time 1:03 am IST