Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

૭ વર્ષમાં સીમા પર ૯૦ સુરક્ષા કર્મી શહિદ

નવી દિલ્હી : સરહદ પર છેલ્લા સાત વર્ષમાં ગોળીબાર અને યુદ્ધવિરામ ભંગની કેટલીક ઘટનાઓ બની તે સંબંધે મહત્વની જાણકારી સામે આવી છે જેને ગૃહમંત્રાલયે જાહેર કરી છે. તે મુજબ આ વર્ષમાં સીમાપાર ગોળીબાર અને યુદ્ધવિરામ ભંગના ૬૯૪ર મામલા સામે આવ્યા છે. આ ઘટનાઓમાં ૯૦ સુરક્ષા કર્મચારીઓ શહીદ અને ૪પ૪ ઇજાગ્રસ્ત થયા હતા.  આ જાણકારી ભારત સરકાર દ્વારા એકિટવિસ્ટ ડો. નુતન ઠાકુરને આપવામા આવી છે. તેમણે આ માહીતી આપી હતી.  આપવમા આવેલી માહીતી મુજબ વર્ષ ર૦૧૩ થી ઓગષ્ટ ર૦૧૯ વચ્ચે જમ્મુ કાશ્મીરની અંકુશરેખા તથા આંતરરાષ્ટ્રીય સીમા પર ૬૯૪ર યુદ્ધવિરામની ઘટનાઓ બની છે.

સૌથી વધુ ર૧૪૦ ઘટનાઓ વર્ષ ર૦૧૮ માં થઇ જયારે ઓગષ્ટ ર૦૧૯ સુધીમા ર૦૪૭ અને વર્ષ ર૦૧૭ માં ૯૭૧ હુમલાઓ થયા હતા.

(12:24 pm IST)