Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

મહારાષ્ટ્રમાં શિયાળના ઝુંડે હુમલો કરતા 45 જેટલા ઘેટાઓના મોત

સાંગલી જિલ્લાના આટપાડી તાલુકાના હિવતડ ગામે બનાવ

 

મુંબઈ : મહારાષ્ટ્રમાં શિયાળના ઝુંડે હુમલો કરતા 45 જેટલા ઘેટાઓના મોત નિપજ્યા છે સાંગલી જિલ્લાના હિવતડ ગામે શિયાળના ઝુંડે કરેલ હુમલામાં ૪૫ જેટલા ઘેટાંઓના મૃત્યુ થયા હોવાની વિગત બહાર આવી છે. ઘેટાંઓ ખેતરમાં હતા ત્યારે શિયાળોના ઝુંડે હુમલો કર્યો હતો. ઘેટાંઓના મૃત્યુ થતા તેના માલિક સતીષ શેળકેને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.

સતિષ શેળકે મૂળ કોલ્હાપુરના રહેવાસી છે પણ ઘેટાઓના ઉછેર માટે સાંગલી જિલ્લાના આટપાડી તાલુકાના હિવતડ ગામે આવ્યો હતો. અહીંના ખાંડેકર બાગના ખેતરમાં તેણે ઘેટાંઓના ઉછેરનું કામ હાથ ધર્યું હતું પણ શિયાળના ઝુંડે હુમલો કરતા ૪૫ ઘેટાંના મૃત્યુથી શેળકે નાસીપાસ બની ગયો હતો.

 

(9:57 pm IST)