Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

પાકિસ્તાનમાં હિન્દુ યુવતિ નમ્રતા ચંદાનીના મોત મામલે અટકાયતમાં લેવાયેલા બન્ને સ્ટુડન્ટસ તેની સાથે શાદી કરવા માંગતા હતાઃ અત્યાર સુધીમાં કુલ ૩૨ શકમંદ સ્ટુડન્ટની ધરપકડ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની મેડીકલ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હિન્દુ યુવતિ નમ્રતા ચંદાનીનો મૃતદેહ તેની હોસ્ટેલના રૃમમાંથી મળી આવ્યા બાદ ભારે ઉહાપોહ તથા વિરોધો થયા બાદ સિંધ પોલીસ ડીર્પામેન્ટએ ૨ શકમંદ સ્ટુડન્ટસની ધરપકડ કરી હતી. જે પૈકીની એકએ જણાવ્યું હતું કે તે તથા નમ્રતા એકબીજાને પ્રેમ કરતા હતા અને શાદી કરવા માંગતા હતા. સમાચાર સૂત્રના જણાવ્યા અનુસાર બંને શકમંદ સ્ટુડન્ટસ ચાંદનીને પ્રેમ કરતા હતાં તથા તેની સાથે શાદી કરવા માંગતા હતા.

ઉપરોકત મામલે પોલીસે અત્યાર સુધીમાં કુલ ૩૨ સ્ટુડન્ટસની ધરપકડ કરી છે તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(9:53 pm IST)