Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ઓરિસ્સામાં ભારે વરસાદથી સેંકડોનું સ્થળાંતર :માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

 

ઓડિસામાં ડાયે નામનું વાવાઝોડું નબળું પડ્યું છે પરંતુ ઓડિસાના અનેક જિલ્લામાં પવન સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે આગામી 24 કલાકમાં ઓડિસામાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહીના પગલે માછીમારોને દરિયો ખેડવાની ચેતાવણી આપી છે. શુક્રવારે ઓડિસા અને આંધ્ર પ્રદેશના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. ઓડિસા સરકારે ગંજમ, ગજપતિ, પુરી અને નયાગઢ જિલ્લામાં સરકારી કર્મચારીઓની રજા રદ કરી હતી.

વરસાદના કારણે 150 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બંગાળની ખાડીમાં ડીપ ડીપ્રેશન સર્જાતા ઓડિસા સહિતના અન્ય રાજ્યમાં વરસાદ પડ્યો છે. ઉપરાંત હવામાન વિભાગે તલંગાણા અને દેશના અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

(10:16 pm IST)