Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

દેશમાં પ્રતિવ્યક્તિ શરાબનો વપરાશ વધ્યો છે : અહેવાલ

ભારતમાં પ્રતિવ્યક્તિ શરાબનો ઉપયોગ ૨૦૧૬માં વધીને બે ગણો થયો : જુદા જુદા દેશોના આંકડાઓ જારી કરાયા

નવીદિલ્હી, તા. ૨૨: ભારતમાં શરાબ પીનાર લોકોની સંખ્યાને લઇને હંમેશા વિખવાદની સ્થિતિ રહી છે. સાથે સાથે શરાબના ઉપયોગને લઇને પણ પ્રશ્નો રહ્યા છે પરંતુ હવે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં પ્રતિવ્યક્તિ શરાબનો ઉપયોગ બેગણો થયો છે. આનો મતલબ એ થયો કે, ૨૦૦૫ની સરખામણીમાં ૨૦૧૬માં શરાબ પીનાર લોકો વધુ પ્રમાણમાં શરાબનો ઉપયોગ કરી રહ્યા છે. પ્રતિવ્યક્તિ શરાબનો ઉપયોગ ૨૦૦૫થી ૨૦૧૬ સુધી બે ગણો થયો છે. ૨૦૦૫માં શરાબનો ઉપયોગ ૨.૪ લીટરથી વધીને ૨૦૧૬માં ૫.૭ લીટર થયો છે. આમા પુરુષો દ્વારા ૪.૨ લીટર અને મહિલાઓ દ્વારા ૧.૫ લીટરનો ઉપયોગ થઇ રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૨૦૨૫ સુધી ડબલ્યુએચઓ ક્ષેત્રોના અડધા ક્ષેત્રોમાં કુલ પ્રતિવ્યક્તિ શરાબનો વપરાશ ૧૫ વર્ષમાં વૃદ્ધિ થઇ રહી છે. દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં સૌથી વધારે વધારાનો અંદાજ છે. માત્ર ભારતમાં જ ૨.૨ લીટર વધારો થઇ શકે છે. ભારત આ ક્ષેત્રમાં કુલ વસતીના એક મોટા હિસ્સાના પ્રતિનિધિત્વ તરીકે છે. ઇન્ડોનેશિયા અને થાઈલેન્ડમાં પણ કેટલીક વૃદ્ધિ થવાની અપેક્ષા છે. બીજી સૌથી મોટી વૃદ્ધિ પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રમાં છે. ચીનની વસતી સૌથી વધારે છે. આ ક્ષેત્રમાં ૨૦૨૫ સુધી શુદ્ધ શરાબની પ્રતિવ્યક્તિ ઉપયોગની બાબતમાં વધારો ૦.૯ લીટર થવાની અપેક્ષા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૨૦૦૦ અને ૨૦૦૫ની વચ્ચે અપેક્ષાકૃત એક સ્થિર તબક્કા બાદ વૈશ્વિકરીતે પ્રતિવ્યક્તિ શરાબનો ઉપયોગ વધ્યો છે. ત્યારબાદથી કુલ પ્રતિવ્યક્તિ વપરાશનો આંકડો ૨૦૦૫માં ૫.૫ લીટરથી વધીને ૨૦૧૦માં ૬.૪ લીટર થયો હતો. ૨૦૧૬માં આ આંકડો ૬.૪ લીટરના સ્તરે છે. અહેવાલ ખુબ જ ચિંતા જનક છે. શરાબ હાનિકારક હોવાની બાબત દરેક રિપોર્ટમાં આવતી રહે છે.

(7:31 pm IST)