Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

રાજસ્‍થાનના દિવ્‍યાંગ ખોપરસિંહનું મજબુત મનોબળઃ કોઇ સામે હાથ નથી લંબાવી મહેનત કરીને ઇમાનદારીનું ખાય છે

ચહેરા પર હાસ્ય સાથે રાજસ્થાનના ખોપર સિંહ મજૂરી કરે છે. તેમનો એક પગ નથી. તેમ છતાં તેઓ નકલી બગને કમર સાથે બાંધીને મજૂરી કરવા માટે નીકળી પડે છે.

 

સોશિયલ મીડિયામાં લોકો તેમને જુસ્સાને સલામ કરી રહ્યા છે. કારણ કે ઘણા લોકો દિવ્યાંગ હોવાનો ઢોંગ કરીને પૈસા પડાવતા હોય છે. જ્યારે ખોપર સિંહ જેવા વ્યક્તિ પોતાના દમ પર રોજી-રોટી કમાવવાનો વિચાર ધરાવે છે. તે કોઈની સામે હાથ નથી લંબાવતા. મહેનત કરે છે અને ઈમાનદારીનું ખાય છે.

ફેસબુક યુઝરે પોસ્ટ કર્યો વીડિયો

વીડિયોને વિનોદ શૌરી નામના એક ફેસબુક યુઝરે શેર કર્યો છે. તેની વીડિયો પોસ્ટને અત્યાર સુધીમાં 70 હજારથી વધારે વખર શેર અને 10 હજારથી વધુ રિએક્શન મળી ચૂક્યા છે.

વીડિયો શેર કરતા વિનોદ શૌરી લખે છે, આમનું નામ ખોપર સિંહ છે, જે રાજસ્થાનથી છે. તેઓ દિલ્હીમાં મજૂરી કરે છે. તેમનો એક પગ નથી. તેમ છતાં તેઓ કોઈની સામે હાથ નથી લંબાવતા. મહેનત કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. તેમના જુસ્સાને અમે લોકો સલામ કરીએ છીએ.

(4:58 pm IST)