Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

વિશ્વ બેંક દ્વારા ભારત માટે મહત્‍વાકાંક્ષી પંચવર્ષીય ‘સ્‍થાનિક ભાગીદારી વ્‍યવસ્‍થા'ને મંજૂરીઃ ભારતના મધ્‍યમ વર્ગના પરિવારો માટે 2પ થી 30 અબજ ડોલરની નાણાકીય સહાયતા મળવાની આશા

વોશિંગટનઃ વિશ્વ બેંકે ભારત માટે એક મહત્વકાંક્ષી પંચવર્ષીયસ્થાનીક ભાગીદારી વ્યવસ્થા’ (સીપીએફ)ને મંજૂરી આપી છે. જેની હેઠળ ભારતને 25થી 30 અબજ ડોલરની નાણાંકીય સહાયતા મળવાની આશા છે. જેથી દેશને ઓછી આવકવાળા દેશોની શ્રેણીમાંથી ઉચ્ચ આવક ધરાવતા દેશની શ્રેણીમાં પહોંચવા મદદ મળી શકે. વિશ્વ બેંકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાતના એક દિવસ પછી ભાગીદારી વ્યવસ્થાને મંજૂરી મળી છે કે ભારતીય અર્થવ્યવસ્થા પાંચ-સાત વર્ષમાં 5,000 અબજ ડોલર થઈ જશે.

વર્લ્ડ બેંકનું માનવું છે કે સીપીએફ યોજનાથી ભારતને પોતાના સ્વસ્થ આર્થિક વૃદ્ધિના લક્ષ્ય મેળવવામાં મદદ મળશે. વિશ્વ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ભારતના એક ઉચ્ચ મધ્યમ આવક ધરાવતો દેશ બનવાના લક્ષ્યનું સમર્થન કર્યું છે. સહાયતાથી દેશની મૂળ વિકાસની પ્રાથમિકતાઓની કેટલીક મુશ્કેલીઓ ઉકેલવામાં મદદ મળશે. જેમાં રિસોર્સિસનો ઉપયોગ અને વિકાસ તેમજ રોજગાર સર્જન અને હ્યુમન કેપિટલ જેવી પ્રાથમિકતાઓનો સમાવેશ થાય છે.

ભાગીદારી વ્યવસ્થા હેઠળ ભારતને આંતરરાષ્ટ્રીય પુનઃનિર્માણ અને વિકાસ બેંક (આઈબીઆરડી), ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન (IFC) અને મલ્ટીલેટરલ ઈન્વેસ્ટમેન્ટ ગેરંટી એજન્સી (એમઆઈજીએ) પાંચ વર્ષમાં 25થી 30 અબજ ડોલરની આર્થીક મદદ મળવાની આશા છે. વર્લ્ડ બેંકના વાઈસ પ્રેસિડન્ટ અને દક્ષિણ એશિયાના ઈનચાર્જ હાર્ટવિંગ શ્કાફરે કહ્યું કે,’ઝડપથી વધતી અર્થવ્યવસ્થા, વૈશ્વિક કદ અને પાછલા દશકમાં સૌથી વધારે સંખ્યામાં લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવાના વિશેષ અનુભવના લીધે ભારત 2030 સુધી એક ઉચ્ચ મધ્યમ આવકવાળો દેશ બનવાની સારી સ્થિતિમાં છે.’

વિશ્વ બેંકના ભારતના ડિરેક્ટર જુનૈદ અહમદે કહ્યું કે,’ પંચવર્ષીય યોજના છે. જે ભારત વિશે બેંકના કમિટમેન્ટનું સબૂત છે. વ્યવસ્થા વાતથી જોડાયેલી છે કે અમે શું કરશું? કેવી રીતે કરશું? અને ફાઈનાન્શિયલ સ્તર શું હશે? રીતે ભાગીદારીની વ્યવસ્થા છે. જે ભારત સાથે બનાવવામાં આવી છે.’ અહમદે કહ્યું છે કે સીપીએફમાં પ્રક્રિયાબદ્ધ રીતે દેશની સમસ્યાઓની ઓળખ કરવામાં આવશે. જે દેશ વિશે એક પ્રસ્તાવના રજૂ કરશે.

વિશ્વ બેંકના ભારત માટે સીપીએફ રજૂ કર્યા પછી અહમદે કહ્યું કે બેંક ગત દશકમાં ભારત દ્વારા કરાયેલી આર્થિક પ્રગતિ અને વિકાસને માન્યતા આપે છે. તેમણે કહ્યું કે બેંક જાણે છે કે ભારતે એક ઓછી આવક ધરાવતા દેશમાંથી મધ્યમ આવકવાળા દેશના રુપમાં પહોંચ્યો છે હવે દેશ મધ્યમ આવકમાંથી ઉચ્ચ મધ્યમવાળા આર્થિક બદલાવમાં પ્રવેશ કરી રહ્યો છે. સીપીએફ ટાર્ગેટમાં બેંકની મદદ વિશે જણાવે છે.

(4:54 pm IST)
  • કર્ણાટક ભાજપે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પર દેશદ્રોહીનો આરોપ લગાવ્યો અને ભગવા પાર્ટી વિરુદ્ધ લોકોને વિદ્રોહ કરવાની ટિપ્પણીને લઇને કાર્યવાહી કરવા માંગ કરી :પોલીસ વડા નીલમણી એન,રાજુને ફરિયાદપત્ર સોંપ્યો ;ભાજપ દ્વારા મુખ્યમંત્રી પર આરોપ લગાવી કાર્યવાહી કરવા માંગણી access_time 1:11 am IST

  • મહેસાણા: ઉંઝાના વેપારી સાથે 4 કરોડ રોકડ રૂપિયાની લૂંટ:લૂંટારૂઓએ વેપારીના હાથ પગ બાંધી રાજસ્થાનના અલવરની બોર્ડર પાસે ફેંકી દીધા:સ્થાનિક લોકો દ્વારા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા:પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી access_time 10:13 pm IST

  • અંબાજી મંદિરમાં બોંબ ડિટેક્ટીવ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ :મંદિર પરીસરમાં ખુણે ખુણાની અદ્યતન સાધનો દ્વારા તપાસ કરાઇ:કોઇ પણ શંકાસ્પદ વસ્તુઓ હાથ ન લાગી:અંબાજી મંદિર ઝેડ કેટેગરી ની સુરક્ષા ધરાવતુ હોઇ વધુ ધ્યાન રખાશે તેમ બીડીડીએસ નાં પી. એસ. આઇ એ જણાવ્યું access_time 10:46 pm IST