Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

કાલે ચિતોડમાં રાજપૂત સમાજનું સ્વાભિમાન સંમેલન

દેશભરમાંથી રાજપૂત સમાજનો જનસૈલાબ ઉમટશેઃ આરક્ષણની સમીક્ષાની માંગ અને એસ.સી., એસ.ટી. એકટના સરકારના વલણ સામે કરણી સેના મેદાનમાં : પત્રકારોને સંબોધતા લોકેન્દ્રસિંહ કાલવી

રાજકોટ, તા. ૨૨ : આવતીકાલે ચિતોડમાં રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયેલ છે. આ સંમેલનમાં આરક્ષણની સમીક્ષા અંગે ચર્ચા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા - માર્ગદર્શનની આપ-લે કરવામાં આવનાર હોવાનું કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાજભા ઝાલાએ જણાવ્યું હતું. કરણી સેનાના શ્રી લોકેન્દ્રસિંહ કાલવીએ જણાવ્યું હતું કે આવતીકાલે ૨૩મીના ચિતોડની એતિહાસિક ધરતી પર એક નવો  ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. જેમાં લાખોની સંખ્યામાં સમગ્ર દેશભરમાંથી રાજપૂત સમાજ નો જન સેલાબ ઉમટી પડશે.

આ સમેલન મા ખાસ કરીને અનામતની સમીક્ષાની માંગ અને જ્ઞાતિ આધારિત અનામત નહિ પરંતુ આર્થિક આધારે અનામત આપવી જોઇએ તે બાબત ની માંગ કરવામા આવશે. આ ઉપરાંત આ સંમેલનમા એસ. સી. એસ. ટી. એકટમા કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટના ચુકાદા મા જે સુધારો કરાયો છે તે બાબત દેશ ની સામાજીક સામ્ર્સ્તા માટે ઘાતક સાબિત થશે માટે તે બાબત સુપ્રિમ ના ચુકાદા ને માન્ય રાખવા બાબતની માંગ કરવામા આવશે. તેમજ રાજપૂત સમાજના હકો અને સ્વાભિમાન ને ચોટ પહોંચાડતા મુદાઓ બાબત ચર્ચા કરી ને રાજપૂત સમાજના હિત માટે જે કંઈ કરવું પડે તેના માટેની રણનીતિ સંમેલનમાં નક્કી કરવામાં આવશે અને તેના અનુસંધાને સમગ્ર દેશમા કરણી સેના આંદોલાનાત્મ્ક કાર્યક્રમ આપવાની જાહેરાત કરવામાં આવશે. તેમ ચિતોડ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદ પરિષદમાં રાજપૂત આગેવાનોએ જણાવ્યું હતું.

ચિતોડ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં કરણી સેના ના સંસ્થાપક લોકેંદ્ર સિંહ કાલવી રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલ સિંહ મકરાના સાથે ગુજરાત ના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજભા ઝાલા (મો. ૯૮૨૫૪ ૦૬૬૮૬) તેમજ અન્ય રાજપૂત આગેવાનો નજરે પડે છે.(૩૭.૫)

 

(3:24 pm IST)
  • સુરેન્દ્રનગર નર્મદા વિભાગે આપેલી સિંચાઈ માટેની પાણીની ભૂગર્ભ લાઈનો તૂટી:ખેડૂતોનાં ખેતરો પાણી ભરાયા: નર્મદા સિંચાઈનું પાણી ખેડૂતોનાં ખેતર જતા પાકને નુકશાન:લખતર તાલુકાનાં ભાલાળા ગામના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા:સિંચાઈનું પાણી વેડફાયું ખેડૂતો કરી સિંચાઈ વિભાગના જાણ : તંત્ર નથી ફરક્યું access_time 10:45 pm IST

  • ગીરના જંગલમાં 6 બાળ સિંહ, 3 માદા સિંહણ, 1 નર સિંહ અને 1 વણ ઓળખાયેલ સિંહના મોત:3 બાળ સિંહો ના ઈનફાઈટ માં, 3 ના સારવાર દરમિયાન, 2 બીમારી થી અને 3 ના ફેફસાં માં સંક્રમણના કારણે મોત access_time 10:16 pm IST

  • સુરત:ઓલપાડમાં નિવૃત મામલતદારની આત્મહત્યાનો મામલો :આપઘાત કરનાર કાંતિ પટેલ પાસેથી 14 પાના ની સુસાઇડ નોટ મળી આવી :સુસાઇડ નોટમાં કુટુંબીજનો તેમજ અન્યો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ :23 લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો ઓલપાડ પોલીસ મથકે નોંધાયો :પોલીસે સુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી : ઘરના પાછળના ભાગે પાર્કિંગમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો access_time 10:45 pm IST