Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

રામમંદિર નિર્માણ માટે ફરી શરૂ થશે આંદોલન

દેશભરનાં ૩૬ પ્રમુખ સંતોને આમંત્રણ અપાયુઃ ૫ ઓકટોબરે થશે એલાન

નહીદિલ્હી, તા.૨૨: અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે એકવાર ફરી આંદોલન શરૂ થશે. મીડિયા રીપોર્ટસના જણાવ્યા મુજબ તેના માટે વિશ્વહિંદુ પરીષદ દિલ્હીમાં ૫ ઓકટોબરે એક બેઠકનું આયોજન કરશે. આ બેઠકમાં દેશભરના ૩૬ પ્રમુખ સંતોને આમંત્રિત કરવામાં આવ્યો  છે. માનવામા આવી રહ્યું છે કે સંતોની સમિતિ ૫ ઓકટોબરે મંદિર નિર્માણના આંદોલન માટેની ઘોષણા કરશે.

જો કે હાલમાં  અયોધ્યા વિવાદનો મામલો સુપ્રિમકોર્ટમાં વિચારાધીન છે. પરંતુ લોકસભા ચુંટણી એકવાર ફરી મંદિર નિર્માણનો મુદ્દો ચર્ચામાં છે. હાલમાં થોડાક સમય અગાઉ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે રામમંદિરના નિર્માણમાં કાયદાકીય અડચણના કારણે થઇ રહેલું મોડુ એક તરફ રાખીને કહ્યું હતું કે સામાન્ય પ્રજા માટે ધીરજ રાખી શકશે નહી તેથી અયોધ્યામાં રામમંદિર તાત્કાલીક ધોરણે નીર્માણ થવું જોઇએ.

તેઓએ કહ્યું કે જો સમાજના દરેક લોકો સત્યને સમજવા ઇચ્છે અને તેને સ્વીકાર કરવા માટે તૈયાર હોય તો કોઇ પણ મુદ્દા પર હિંસાનો ત્યાગ કરીને એક શાંતિપૂર્ણ હલ પ્રાપ્ત કરી શકાય છે.(૨૨.૧૪)

(3:21 pm IST)