Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

આ ફૂટેજ ભેદ ઉકેલવામાં મહત્વનું સાબીત થયું

વિશ્વાસ ગુરૂવારે રાત્રે બીટ્ટુના તંબુમાં સુવા ગયા બાદ ગઇકાલે શુક્રવારે પરત કુટુંબી મોટા બાપુ તંબુની સામે જ રહે  છે ત્યાં ન પહોંચતા શોધખોળ શરૂ થઇ હતી. ગઇકાલે બપોર બાદ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ હરકતમાં આવી હતી. ફોૈજી હોટલની સામે જ બીટ્ટુનો તંબૂ છે એ તંબૂ નજીક એક પાનની દૂકાનના કેમેરાના ફૂટેજ ચેક કરતાં પોલીસને એક શખ્સ બાઇક પર પોટલુ રાખીને જતો દેખાયો હતો. વિશેષ તપાસ થતાં આ શખ્સ બીજો કોઇ નહિ પણ બીટ્ટુ જ હોવાનું ખુલ્યું હતું. તસ્વીરમાં ફૂટેજનું દ્રશ્ય અને બાઇક જોઇ શકાય છે

(3:19 pm IST)
  • મહીસાગર:લુણાવાડાના લીંબોદ્રા ગામ પાસે મહીસાગર નદીમાં બે યુવકો ડુબ્યા:મહીસાગર નદી પાસે ઉભા રહી સેલ્ફી લેતી વખતે નદીમાં ડુબ્યા:1 યુવકને સ્થાનિક તરવ્યાની મદદથી જીવિત બહાર કાઢવામાં આવ્યો:1 યુવકની શોધખોળ ચાલુ. access_time 10:17 pm IST

  • બોરસદ તાલુકાના અલારસા ગામની ચિભડીયાપુર સીમમાં યુવતીની હત્યા કરાયેલ મળી લાશ : યુવતીની લાશ નગ્ન હાલતમાં મળતા રેપ વિથ મર્ડરની આશંકા:હાલ બોરસદ પોલીસે યુવતીની લાશને પેનલ ડોક્ટર થી પીએમ માટે કરમસદ હોસ્પિટલ ખસેડી :અજાણ્યા હત્યારાને શોધવા ચક્રોગતિમાન કર્યા access_time 10:45 pm IST

  • કર્ણાટક ભાજપે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પર દેશદ્રોહીનો આરોપ લગાવ્યો અને ભગવા પાર્ટી વિરુદ્ધ લોકોને વિદ્રોહ કરવાની ટિપ્પણીને લઇને કાર્યવાહી કરવા માંગ કરી :પોલીસ વડા નીલમણી એન,રાજુને ફરિયાદપત્ર સોંપ્યો ;ભાજપ દ્વારા મુખ્યમંત્રી પર આરોપ લગાવી કાર્યવાહી કરવા માંગણી access_time 1:11 am IST