Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

પેટ્રોલના ભાવમાં એકધારો વધારો યથાવત ;લિટરે વધુ 12 પૈસાનો વધારો ઝીકાયો

નવી દિલ્હી :પેટ્રોલની કિંમતમાં આજે પણ વધારો યથાવત રહ્યો છે. પેટ્રોલની કિંમતમાં આજે વધુ 12 પૈસાનો વધારો નોંધાયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત  82.32 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે કે ડીઝલ  72.87 રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ છે. દેશના આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત 90 રૂપિયાની નજીક પહોંચી છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 89.80 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં ડીઝલની કિંમત 78.42 રૂપિયા પ્રતિ લીટર છે.

   દેશના અન્ય મહાનગર કલકત્તા અને ચેન્નાઈમાં પેટ્રોલની કિંમતમાં વધારો નોંધાયો છે.  પેટ્રોલિયમ પેદાશની કિંમતમાં 13મી ઓગસ્ટ બાદ નજીવો ઘટાડો નોંધાયો છે. આતંરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ પેદાશની કિંમતમાં વધારો થવાના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વઘારો  થયો છે.

(1:37 pm IST)