Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

કેરળમાં નન સાથે દુષ્કર્મ મામલે આરોપી બિશપને કોર્ટમાં રજુ કરાયા :આગોતરા જમીન અરજીની 25મીએ સુનાવણી

કેરળમાં નન સાથે દુષ્કર્મ મામલે આરોપી બિશપની ત્રણ દિવસ સુધી પૂછપરછ બાદ ધરપકડ કરાઈ છે બિશપ ફ્રૈન્કોને આજે કોર્ટમાં રજૂ કરાશે કોટ્ટાયમના એસપી હરિશંકરે કહ્યુ કે, પોલીસ પાસે બિશપ ફ્રૈન્ડો વિરૂદ્ધ પુરાવા છે. જે બાદ બિશપની ધરપકડ કરવામાં આવી છે. ફ્રેન્કો મુલક્કલે કેરળ હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી. જેના પર 25 સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરાશે.

  બિશપ ફ્રેન્કો મુલક્કલની આગોતરા જામીન અરજીમાં દાવો કરાયો છે કે તેમની વિરૂદ્ધના આરોપો એક કાલ્પનીક કથા છે.જેનો ઉદેશ્ય બદલા લેવાનો છે. બિશપે દાવો કર્યો છે કે પીડિત નનની વિરૂદ્ધ તેમને ઘણી ફરિયાદો મળી હતી. જેના પર તેમણે કાર્યવાહી કરી હતી.

(1:37 pm IST)