Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ભાગવતના નિવેદન બાદ તો રામમંદિરના નિર્માણકાર્યને ગંભીરતાથી લોઃ શિવસેના

મુંબઇ તા ૨૨ : અયોધ્યામાં રામમંદિર જલ્દી બાંધવાના RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદનના બે દિવસ બાદ ગઇ કાલે શિવસેનાએ તેમની પ્રતિબદ્ધાને વખાણતાં આ મુદે રાજકીય નેતાઓને સવાલો કર્યા હતા.

 BJP ના અધ્યક્ષ અમિત શાહ પર નિશાન સાધતાં શિવસેનાએ કહ્યું હતું કે  BJP આગલા ૫૦ વર્ષ સુધી શાસનમાં રહેશે એ વાત પુરા વિશ્વાસ સાથે કહી શકે છે, પણ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ ને નાબુદ કરવા કે રામમંદિર જેવા મુદાઓ પર ટિપ્પણી કરવી ટાળે છે.

શિવસેનાએ એના મુખપત્ર ''સામના'' માં નરેન્દ્ર મોદિ સરકારને કહ્યું હતું કે 'ભાગવતના નિવેદન બાદ તમારે રામમંદિરના નિમાર્ણના મુદાને ગંભીરતાથી લેવો જોઇએ. રામમંદિરના મુદાને માત્ર ચુંટણીલક્ષી વાયદાઓ માટે સીમિત રાખવામાં આવ્યો છે. આ મુદો હિન્દુત્વની મજાક ઉડાવનારો મુદો બની ગયો છે.'

RSS ના પ્રમુખ દ્વારા રામમંદિરના નિર્માણ માટે અપનાવવામાં આવેલી પ્રતિબદ્ધતાનો એક અંશ પણ રાજનેતાઓમાં નથી એમ જણાવતાં શિવસેનાએ કહ્યું હતું કે શું પેટ્રોલ-ડિસઝલની વધતી જતી કિંમતો અને સૈનિકોનાં વાઢી નખાતા માથાં આ જ ભારતનું ભવિષ્ય છે ?(૩.૧)

(11:55 am IST)