Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

બરતરફ કર્મચારી પાછલા વેતનનો હકદાર નથી

સુપ્રિમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

નવી દિલ્હી તા. રર : સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે કોર્ટથી બરતરફી રદ થવા પર ફરીથી નિયુકત થનાર કર્મચારીને પાછલા વેતનનો દાવો કરવાનો અધિકાર નથી. જસ્ટીસ એ.એસ.સપ્રેની પીઠે આ ફેસલો રાજસ્થાન સરકારની અરજી ઉપર આપ્યો હતો. જેમા હાઇકોર્ટે પરિવહન કર્મચારીને ફરીથી બહાલ કરવાની સાથે ૧૩ વર્ષનું એરીયર્સ પણ આપવા આદેશ કર્યો હતો.

પીઠે આદેશમાં કહ્યું છે કે કર્મચારીએ સાબિત કરવુ પડશે કે બરતરફી દરમ્યાન તે કોઇ કામ કરતો ન્હોતો, કોર્ટે કહ્યું હતું કે માલિકને કર્મચારીના દાવાનો વિરોધ કરવાનો હક્ક છે તે એ પુરાવા લાવી શકે છે. કે કર્મચારી બરતરફી દરમ્યાન કામ પર હતો તેથી તે અગાઉના પગાર માટે હકદાર નથી.

અત્રે એ નોંધનીય છે કે રોડવેઝ કર્મીને કામમાં લાપરવાહી બદલ કાઢી મૂકાયો હતો. લેબર કોર્ટે તે સજાને વધુ ગણી અને તેન હટાવવાને બદલે ૪ વેતન વૃદ્ધિ (ઇન્ક્રીમેન્ટ) રોકવાનો આદેશ આપ્યો હતો. સાથે પાછલુ વેતન આપવા પણ કહ્યું હતું જે સામે સરકાર હાઇકોર્ટે ગઇ હતી પણ ત્યાં પહેલા એક પીઠે અને પછી ખંડપીઠે સરકારની અપીલ  અરજી ફગાવી હતી હાઇકોર્ટે લેબર કોર્ટના ફેંસલાને યોગ્ય ઠેરવ્યો હતો જે ફેંસલા વિરૂધ્ધ સરકાર સુપ્રિમ કોર્ટ ગઇ હતી.(૬.૯)

(11:49 am IST)