Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

યુ.એસ.માં DFW હિન્દૂ ટેમ્પલ ડલ્લાસ એકતા મંદિરના ઉપક્રમે ઉજવાઈ રહેલો ગણેશ ઉત્સવ : આવતીકાલ 23 સપ્ટે.ના રોજ ગણેશ વિસર્જન

ડલ્લાસ :યુ.એસ.માં હિન્દૂ ટેમ્પલ એકતા મંદિર દ્વારા 13 સપ્ટે.થી ઉજવાઈ રહેલા ગણેશ ઉત્સવ અંતર્ગત આવતીકાલ 23 સપ્ટે.રવિવારના રોજ ગણેશ વિસર્જન કરવામા આવશે.ઉત્સવની ઉજવણી દરમિયાન દરરોજ  એક હજાર  જેટલા ભાવિકો દર્શનનો લાભ લઇ રહ્યા છે.દૈનંદિન ગણપતિ પૂજન,તથા મહાપ્રસાદનું આયોજન કરાયું છે.આનંદ બજાર તથા મહારાષ્ટ્ર મંડળ દ્વારા લેઝીમના સુંદર પ્રોગ્રામનું પણ આયોજન કરાયું હતું.

ગણેશ વિસર્જન પ્રસંગે ડલ્લાસના સહુ ભાવિકોને પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવાયું હોવાનું શ્રી સુભાષભાઈ શાહની યાદીમાં જણાવાયું છે.

(11:42 am IST)
  • ઈરાનમાં ફૂટબોલ મેચ જોવા છોકરાના કપડાં પહેરી છોકરી પહોંચી સ્ટેડિયમઃ ધરપકડઃ ધરપકડ થયેલી છોકરીને તેનો ફોટો ઈન્સ્ટગ્રામમાં પોસ્ટ કર્યોઃ સોશ્યલ મીડિયામાં વાયરલ access_time 11:44 am IST

  • ખેડૂતોના વિરોધનો મામલો:આજીડેમ પોલિસે ચાર શખ્સોની કરી અટકાયત:બે ગામના સરપંચ,SPGના આગેવાનોની કરી અટકાયત:પોષણક્ષમ ભાવ ન મળતા દર્શાવ્યો હતો વિરોધ રોડ પર શાકભાજી ઢોળી નોંધાવ્યો હતો વિરોધ access_time 10:19 pm IST

  • કર્ણાટક ભાજપે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પર દેશદ્રોહીનો આરોપ લગાવ્યો અને ભગવા પાર્ટી વિરુદ્ધ લોકોને વિદ્રોહ કરવાની ટિપ્પણીને લઇને કાર્યવાહી કરવા માંગ કરી :પોલીસ વડા નીલમણી એન,રાજુને ફરિયાદપત્ર સોંપ્યો ;ભાજપ દ્વારા મુખ્યમંત્રી પર આરોપ લગાવી કાર્યવાહી કરવા માંગણી access_time 1:11 am IST