Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

કેન્દ્ર સ્ટીલની કેટલીક પ્રોડકટ્સ પરની આયાત ડયુટી વધારે એવી ધારણા

સ્ટીલ મંત્રાલયે ૧પ ટકા આયાત ડયુટી લાદવાની દરખાસ્ત કરી

નવી દિલ્હી તા. રર : કેન્દ્ર સરકાર સ્ટીલની કેટલીક પ્રોડકટ્સ પર આયાત ડયુટીમાં વધારો કરે એવી સંભાવના છે. દેશની ચાલુ ખાતાની ખાધને ઘટાડવાના હેતુસર સરકાર આ પગલું લે એવી સંભાવના છે. ગયા સપ્તાહે કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલીએ પણ સંકેત આપ્યા હતા કે સરકાર જરૂર પડશે એવા તમામ પગલાંઓ લેવા માટે તૈયાર છે અને તબકકાવાર એની જાહેરાત કરવામાં આવશે.

સ્ટીલ મંત્રાલય દ્વારા પાંચ કેટેગરી જેમાં અલોય, સ્ટેઇનલેસ સ્ટીલ, ફલેટ અને લોન્ગ પ્રોડકટ્સ, ઇલેકિટ્રકલ સ્ટીલ, અલોય સ્ટીલ બાર્સ સહિતની પ્રોડકટ્સ પર ૧પ ટકા ડયુટી કરવાની દરખાસ્ત કરવામાં આવી છે, જે હાલમાં પાંચ ટકાથી લઇને ૧ર.પ ટકા છ.ે

દેશમાં ચીન સહિતના દેશોમાંથી સ્ટીલની મોટા પાયે આયાત થઇ રહી છે. વૈશ્વિક બજારમાં સ્ટીલના નીચા ભાવ હોવાથી આયાત મોટી થઇ રહી છે. કેટલીક પ્રોડકટ્સની વાયા પાડોશી દેશો દ્વારા પણ આયાત થઇ રહી હોવાથી  સરકાર આયાત પર કડક નિયંત્રણો મુકવાની તૈયારીઓ કરી રહી છે.

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં રૂપિયાની મંદીને કારણે અનેક ઉદ્યોગોને અસર પહોંચી છે, જેની મોટી અસર આગામી દિવસોમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ પર પણ જોવા મળી શકે છે.આવી સ્થિતિમાં સરકાર જરૂરી લાગે એ તમામ પગલાઓ લેવા માટે તૈયાર હોવાનું હાલ દેખાઇ રહ્યું છ.ે(૬.૧૨)

 

(9:35 am IST)