Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

હોસ્પિટલમાં દાખલ ૧૧ વર્ષીય બાળકી પર રેપ મામલેઃ સફાઇ કર્મચારીની ધરપકડ

દીલ્હીમાં રોહિણી વિસ્તારમાં આવેલી ઇએસઆઇ હોસ્પીટલમાં દાખલ થયેલ ૧૧ વર્ષીય બાળકીના રેપના આરોપમા સફાઇ કર્મચારીની ધરપકડ કરવામાં આવેલ છે.  પોલીસના જણાવ્યા પ્રમાણે બાળકીને ૧૩ સપ્ટે. એ દવાખાનામાં દાખલ કરવામાં આવેલ. જયારે પોલીસે કોન્ટ્રેકટ પર દવાખાનામાં કામ કરતા આરોપી સામે પ્રોકસો એકટથી કેસ દાખલ કરવામાં આવેલ છે.

(12:00 am IST)
  • સુરત:ઓલપાડમાં નિવૃત મામલતદારની આત્મહત્યાનો મામલો :આપઘાત કરનાર કાંતિ પટેલ પાસેથી 14 પાના ની સુસાઇડ નોટ મળી આવી :સુસાઇડ નોટમાં કુટુંબીજનો તેમજ અન્યો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ :23 લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો ઓલપાડ પોલીસ મથકે નોંધાયો :પોલીસે સુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી : ઘરના પાછળના ભાગે પાર્કિંગમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો access_time 10:45 pm IST

  • ભરૂચ શહેરમાં વરસાદી માહોલ વાતાવરણમાં ઠંડક પ્રસરી:શહેરમાં સમી સાંજથી ઝરમર વરસાદી ઝાપટા વરસ્યા access_time 11:36 pm IST

  • પોરબંદરના કુતિયાણામાં મુસ્લિમ યુવાનની હત્યા:બાવળાવદરના કામુશા પીરની દરગાહ પાસેનો બનાવ:રાજકોટના જાવેદ ઉથમણા નામના યુવાનની હત્યા:જાવેદની પત્નીની છેડતી બાબતે બોલાચાલી થતા 3 શખ્સો એ છરી ના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાની શંકા:કુતિયાણા પોલીસ અને પોરબંદર એલસીબી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી access_time 10:19 pm IST