Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર બિહારની બક્સર સીટ પરથી ચૂંટણી લડે તેવી શક્યતા

 

પટના :દેશનાં ઘણા રાજ્યોમાં રણનીતિકારની ભુમિકા નિભાવીચુકેલા કિશોર પ્રશાંતને જેડીયુ બક્સર સીટ પરથી લડાવે તેવી શક્યતા છે. જો કે બિહારમાં  એનડીએમાં અત્યાર સુધી સીટોની વહેંચણી મુદ્દે કોઇ તસ્વીર સ્પષ્ટ નથી

  જો કે માનવામાં આવી રહ્યું છે કે, જેડીયું, ભાજપથી બક્સર સીટ માંગી શકે છે. કિશોર રોહતાસ જિલ્લાનાં કોરન ગામમાંથી આવે છે. જો કે તેનાં પિતા શ્રીકાંત પાંડે બક્સર શિફ્ટ થઇ ચુક્યા છે. જ્યાં કિશોર પોતાનું 12મું ધોરણ પાસ કર્યું હતું.

  બક્સરનું જાતીગત ગણિત પણ પ્રશાંતના પક્ષે છે. બક્સર સીટ બ્રાહ્મણ બહુમતી વાળી છે અને પ્રશાંત પોતે બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે

(8:38 am IST)