Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ત્રણ દિવસની પુછપરછ બાદ નન દુષ્કર્મ કેસમાં આરોપી બિશપ ફ્રાંકોની ધરપકડ: મેડિકલ માટે હોસ્પિટલ મોકલાયા

 

કોચ્ચિ : એક નન સાથે બલાત્કારનાંઆરોપો મુદ્દે વધી રહેલા જન આક્રોશ વચ્ચે બિશપ ફ્રાંકો મુલક્કલની ધરપકડ કરાઈ છે પોલીસે જણાવ્યું કે, ગત્ત ત્રણ દિવસથી ચાલી રહેલી પુછપરછ બાદ કેરળ પોલીસે 54 વર્ષીય મુલક્કલની ધરપકડ કરી છે એક દિવસ પહેલા પોપે મુલક્કલને પાદરીની તેમની જવાબદારીઓથી અસ્થાયી રીતે મુક્ત કરી દેવામાં આવ્યા હતા

  કોટ્ટયમ પોલીસ પ્રમુખ હરિશંકરે જણાવ્યું કે, બિશપ મુલક્કલને રાત્રે આઠ વાગ્યે ધરપકડ કરી લેવાઈ છે તેની ડોક્ટરી તપાસ કરવા માટે લઇ જવામાં આવ્યા છે. પોલીસ મહાનિરીક્ષક (કોચ્ચિ રેંજ) વિજય સાખરે જણાવ્યું કે, મુલક્કલને કાલે કોટ્ટયમ જિલ્લાનાં પાલામાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરવામાં આવશે

 અત્રે ઉલ્લેખનીય છે કે  મુલક્કલ પર વર્ષ 2014 અને 2016ની વચ્ચે એક નન સાથે વારંવાર બળાત્કાર કરવા અને તેનું યૌન શોષણ કરવાનો આરોપ હતો.

(9:08 am IST)