Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

'' સંકારા આઇ ફાઉન્ડેશન (SEF) ના ઉપક્રમે યુ.એસ.ના હયુસ્ટનમાં ૬ ઓકટો. ના રોજ નવરાત્રિ ઉત્સવ ઉજવાશે : છેલ્લા ૧૦ વર્ષથી ન્યુયોર્કમાં ધુમ મચાવી રહેલ પ્રિતીશા તથા સમીર દાંડીયા રાસની રમઝટ સાથે ખેલૈયાઓને ગરબે ઘુમાવશેઃ SEF માટે ડોનેશન ભેગુ કરવાનો હેતુ.

હયુસ્ટનઃ યુ.એસ.ના  હયુસ્ટનમાં ૬ ઓકટો.ના રોજ સંકારા આઇ ફાઉન્ડેશન (SEF)  ના ઉપક્રમ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સુવિખ્યાત પ્રિતીશા  તથા સમીર દાંડીયા રાસની રમઝટ બોલાવવા હાજરી આપશે.

NRG  સેન્ટર હોલ ખાતે યોજાનારા   આ પ્રેાગ્રામનો સમય  સાજે ૬ થી  રાત્રિના ૮ વાગ્યા સુધીનો રહેશે.  જેનો હેતુ ફાઉન્ડેશનના ઉપક્રમે ભારતના મૂંબઇ, જયપુર, ઇંદોર, તથા હૈદરાબાદમાં નવા પ્રોજેકટના અમલ માટે ફંડ ભેગુ કરવાનો છે.

ઉલ્લેખનીય છે કે  SEF ના ઉપક્રમે છેલ્લા ૧૦ વર્ષથી આ પ્રોગ્રામ યોજવામાં આવે છે. જેન ખૂબ સારો પ્રતિભાવ મળે છે.

ભારતના અંધજનોને મદદરૂપ થવા SEF દ્વારા આ વર્ષે ૧ મિલીયન ડોલરનું ફંડ ભેગુ કરવાનો લક્ષ્યાંક છે તેવું  IAN દ્વારા જાણવા મળે છે.

(9:44 pm IST)