Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે વડાપ્રધાન મોદી પહોંચ્યા પેરિસ : ફ્રાન્સમાં દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે :ભારતીય લોકોને મળશે

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની યાદમાં મેમોરિયલ પણ સમર્પિત કરશે

નવી દિલ્હી ;વડાપ્રધાન મોદી બે દિવસીય યાત્રા પર ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા છે પીએમ મોદી આ પ્રવાસમાં રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોં અને પ્રધાનમંત્રી એડવર્ડ ફિલિપની સાથે દ્વીપક્ષીય બેઠક કરશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદી 22 અને 23 ઓગસ્ટ સુધી ફ્રાન્સમાં દ્વીપક્ષીય બેઠકમાં ભાગ લેવાના છે.મોદી ભારતીય લોકોને પણ મળશે અને 1950 અને 1960માં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની યાદમાં મેમોરિયલ પણ સમર્પિત કરશે. 25 અને 26 ઑગષ્ટ સુધી પીએમ મોદી G-7 મીટિંગનો પણ ભાગ લેવાના છે.

પોતાની વિદેશ યાત્રા પહેલા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આ પ્રવાસથી ભારતના 3 રાષ્ટ્રો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે ફ્રાન્સમાં રહેતા ભારતીય સમુદાયના લોકો હાથમાં ત્રિરંગો લઇને પહોંચ્યા હતા.

(11:14 pm IST)