Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

રાજીવ ગાંધીને પણ તોતિંગ બહુમતિ મળી હતી: પણ ડર નહોતો ફેલાવ્યો': સોનિયા ગાંધીનાં આકરા પ્રહારો

તેમણે ઘમંડ બતાવીને કે નારાબાજી કરીને નહિં પરંતું પોતાનું કર્મ કરીને બતાવ્યું.

નવી દિલ્હી : કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધીએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 75મી જયંતિ સમારોહમાં મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. સોનિયા ગાંધીએ જણાંવ્યું કે, રાજીવ ગાંધીને પણ પૂર્ણ બહુમિત મળી હતી, પરંતુ તેમણે ક્યારેય તેનો ઉપયોગ ડરનું વાતાવરણ બનાવવા માટે નથી કર્યો.

  કોંગ્રેસ અધ્યક્ષાએ કહ્યું કે, રાજીવજીની યાદો આપણા દિલોમાં છે. તેઓ ભારતને મજબૂત, સુરક્ષિત અને આત્મનિર્ભર બનાવવાની વાત કરતા હતાં. રાજીવ ગાંધી એક એવા વડાપ્રધાન હતાં, જેમણે થોડા સમયમાં જ ભારતની એકતાની વાત કરીને પાયાનાં કામો પર ધ્યાન આપ્યું હતું. રાજીવ ગાંધીનો નિર્ણય હતો કે તેમણે 18 વર્ષનાં યુવાનોને મતાધિકાર આપ્યો. પંચાયતો અને નગરપાલિકાઓને બંધારણીય દરજ્જો આપ્યો.. આ સંસ્થાઓ લોકશાહીનાં પ્રથમ પગથિયા તરીકે ઉભરીને આગળ આવી.

   તેમણે ટેલિકોમ ક્રાંતિ કરવાનો સંકલ્પ કર્યો અને ટુંક સમયમાં જ તેને પૂર્ણ કર્યો. તેમણે ટેકનોલોજીની તાકાતનો ઉપયોગ માત્ર પરમાણું ઊર્જા, અંતરિક્ષ અને મિસાઇલનાં માધ્યમથી ન કર્યો, પરંતુ તેમણે દેશમાં સામાજીક બદલાવ માટે સાયન્સ અને ટેક્નોલોજીનો ઉપયોગ પેય જળ અને ખેતીનાં વિકાસ માટે કર્યો

   રાજીવ ગાંધીએ ઉત્તર-પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે કોંગ્રેસ પાર્ટીનાં હિતોને સાઇડમાં મુકીને સ્થિતિને સામાન્ય બનાવી. ભારતની અર્થવ્યવસ્થાનાં વૈશ્વિકીકરણ અને વિશ્વવ્યાપી બનાવવા માટે પહેલું પગલું રાજીવ ગાંધીએ ભર્યુ હતું. સાથે જ તેઓ એ બાબાતે સાવચેત રહ્યા કેજો ભારતને વિશ્વમંચ પર આગળ કરવું હોય તે તેને સ્વયં સમાવેશી બનાવીને આગળ વધવું પડે. આ કાર્ય તેમણે ઘમંડ બતાવીને કે નારાબાજી કરીને નહિં પરંતું પોતાનું કર્મ કરીને બતાવ્યું.

(9:40 pm IST)