Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

વિમાનોને લઈને ભારે સસ્પેન્સ

નવીદિલ્હી, તા. ૨૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ દેશોની યાત્રાએ રવાના થઈ ગયા બાદ સૌથી પહેલા યુરોપિયન દેશ ફ્રાન્સ પહોંચનાર છે. ફ્રાન્સમાં પહોંચી ગયા બાદ તેમની ફ્રાન્સના પ્રમુખ મેક્રો અને અન્યો સાથે વાતચીત થશે. આ વાતચીત દરમિયાન ફ્રાન્સ દ્વારા નવા વિમાનોની ઓફર પણ કરવામાં આવી શકે છે. મોદીની આ યુરોપિયન દેશની યાત્રા દરમિયાન ફ્રાન્સ ભારતને વધારાના ૩૬ રાફેલ વિમાનોની ઓફર કરી શકે છે. ૩૬ રાફેલ વિમાનો માટે ૨૦૧૬માં ૭.૮૭ યુરોની ઓફર થઈ હતી.

       અને આ સમજુતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ૨૦૧૬માં ફ્રાન્સે ભારત સાથે મોટી સમજુતી કરી હતી. ફ્રાન્સમાં મોદી જી-૭ બેઠકમાં પણ ભાગ લેનાર છે. મોદી સાથે તેમની યોજાનારી બેઠકમાં ડિફેન્સ અને મેરિટાઈમ મુદ્દા પર વાતચીત થનાર છે. આ ઉપરાંત સંબંધો ઉપર પણ વિસ્તાર પૂર્વક ચર્ચા કરવામાં આવનાર છે.

(8:05 pm IST)