Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

દરેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા : ચિદમ્બરમે દાવો કર્યો

તેમના અને તેમના પુત્રના ખાતા અંગે પ્રશ્ન થયા : રાત્રે ધરપકડ કરવામાં આવ્યા બાદ રાત્રે કોઈ પુછપરછ કરાઈ ન હતી : સવારે ૧૧ વાગેથી પ્રશ્ન કરવામાં આવ્યા

નવી દિલ્હી,તા. ૨૨ : નાણાંમંત્રી પી. ચિદમ્બરમની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ચિદમ્બરમની મુશ્કેલીઓ હાલ ઓછી થાય તેવા સંકેત દેખાઈ પણ રહ્યા નથી. આજે તેમને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા હતા. જ્યાં ૨૬મી ઓગસ્ટ સુધી રહેશે. ચિદમ્બરમે કહ્યું હતું કે, તેઓએ દરેક પ્રશ્નોના જવાબ આપ્યા છે. એવા કોઈ પ્રશ્ન નથી જેનો જવાન આપ્યો નથી. પ્રશ્નોની યાદી વાચી શકાય છે. અધિકારીઓએ તેમના અને તેમના પુત્રના ખાતાના સંબંધમાં વાત કરી હતી. બહાર કોઈ ખાતા છે કે કેમ તેવો પ્રશ્ન કરવામાં આવ્યા બાદ સીબીઆઈના અધિકારીઓને કહેવામાં આવ્યું હતું કે તેમનું બહાર કોઈ ખાતુ નથી. તેમના પુત્રના સંબંધમાં પુછવામાં આવતા કહેવામાં આવ્યું હતું કે, તેમના ચોક્કસ પણે વિદેશમાં ખાતા છે.

       ચિદમ્બરમે તકદાર દલીલો કરી હતી. બીજી બાજુ રાત્રે ધરપકડ કરવાનો આક્ષેપ કરતા તેમના વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે,  રાત્રે તેમની કોઈ પુછપરછ કરવામાં આવી ન હતી. સવારે ૧૧ વાગ્યાથી તેમની પુછપરછ શરૂ થઈ હતી. તેમને કુલ ૧૨ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. સિબ્બલ બાદ અભિષેક મનુ સિંઘવી દ્વારા પણ ચિદમ્બરમની તરફેણમાં રજુઆત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, આ મામલામાં એફઆઈપીબી પર નિર્ણય લેનાર છ અધિકારી પકડાયા નથી.

 સિંઘવીએ કહ્યું હતું કે, સીબીઆઈ આખરે બેચેન કેમ દેખાઈ રહી છે. ચિદમ્બરમની અચાનક ધરપકડ કેમ કરવામાં આવી છે. સીબીઆઈ ખોટી રીત અપનાવી રહી છે. ચિદમ્બરમ તેમની ઈચ્છા મુજબ જવાબ આપશે નહીં. સીબીઆઈએ ૨૦૧૮માં તેમની પુછપરછ કરી હતી. ત્યારબાદ ફોન પણ મળ્યા નથી. સિંઘવીએ ચિદમ્બરમના બોલવાની માંગ કરી હતી. પરંતુ જજે ઈન્કાર કરી દીધો  હતો. નિયમોનું પાલન કરવા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજુઆત કરી હતી.

(7:51 pm IST)