Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને લાગ્યો ૧૦૦ વોલ્ટનો ઝટકો : આખરે CBI સ્પેશિયલ કોર્ટે ચિદમ્બરમનાં 5 દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા : 26 ઓગસ્ટ સુધી CBIની ક્સ્ટડીમાં રહેવું પડશે : દરરોજ 30 મિનિટ સુધી વકીલોને ચિદંબરમને મળવાની મંજૂરી : કોંગ્રેસ સ્તબ્ધ

નવી દિલ્હીઃ પૂર્વ નાણામંત્રી પી.ચિદંબરમને દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ પર સીબીઆઇને સોંપવાનો નિર્ણય કર્યો હતો. જજ અજયકુમાર કુહાડની કોર્ટે સુનાવણી દરમિયાન ચિદંબરમના વકીલોએ તેમને જામીન આપવા માટે તમામ દલીલો કરી હતી પરંતુ કોર્ટે તમામને ફગાવતા ચિદંબરમને 26 ઓગસ્ટ સુધી સીબીઆઇ રિમાન્ડ પર મોકલવાનો નિર્ણય કર્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં દરરોજ 30 મિનિટ સુધી વકીલોને ચિદંબરમને મળવાની મંજૂરી આપી હતી. નોંધનીય છે કે સીબીઆઇએ બુધવારની રાત્રે ચિદંબરમની તેમના ઘરેથી અટકાયત કરી હતી.

આઇએનએક્સ મીડિયા કેસ મામલે આખરે CBI સ્પેશિયલ કોર્ટે ચિદમ્બરમનાં 5 દિવસનાં રિમાન્ડની માંગ કરી હતી. ત્યારે આખરે કોર્ટે 5 દિવસનાં રિમાન્ડ મંજૂર કરી દીધાં છે. એટલે કે ચિદમ્બરમને 26 ઓગસ્ટ સુધી CBIની ક્સ્ટડીમાં રહેવું પડશે. ચિદમ્બરમને CBI રિમાન્ડ માટે પણ મોકલી દેવામાં આવ્યાં છે.

કોર્ટે પી. ચિદમ્બરમને બોલવાની મંજૂરી આપી છે. જ્યાર બાદ ચિદમ્બરમે કહ્યું કે, 'મને મારા અને મારા દીકરાનાં બેંક ખાતા વિશે પૂછવામાં આવ્યું છે. ચિદમ્બરમે કહ્યું કે, મારું વિદેશમાં કોઇ જ બેંક ખાતું નથી. દીકરા કાર્તિનાં વિદેશોમાં બેંક ખાતા છે. ચિદમ્બરમે કહ્યું કે, તેઓએ તમામ સવાલોનાં જવાબ આપ્યાં. આ સાથે જ ચિદમ્બરમે કહ્યું કે, તેમની પર લગાવવામાં આવેલ તમામ આરોપો નિરાધાર છે.

સિંઘવીએ સુપ્રીમ કોર્ટનાં નિર્ણયોનો હવાલો આપતા કહ્યું કે,રિમાન્ડ કેટલાંક મામલાઓમાં જ આપવામાં આવે છે. રિમાન્ડ વિશેષ હાલતમાં આપવામાં આવે છે. આ મામલો પુરાવાઓ સાથે છેડછાડનો નથી. સીબીઆઇએ પુરાવાઓની ટેમ્પરિંગ કરવા, મીટાવવાની કોઇ જ વાત નથી કરી.

પી.ચિદમ્બરમનાં કેસમાં અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં કહ્યું કે, સીબીઆઈનો સમગ્ર મામલો ઈન્દ્રાણી મુખર્જીનાં પુરાવા અને કેસ ડાયરી પર આધારિત છે. તેમણે કહ્યું હતું કે, ચિદમ્બરમને ફક્ત મંજૂરી આપવાનાં નિવેદન પર ધરપકડ કરવામાં આવેલ છે. મંજૂરી આપનારનું નિવેદન સ્ટેટસ હોય છે, પુરાવા નહીં.

કપિલ સિબ્બલે તપાસ એજન્સીઓ વિશે કહ્યું કે, અમને ખબર છે કે તેઓ કસ્ટડીમાં લીધાં બાદ તેઓ શું કરશે. તેઓ પોતાની વાત અમારા ક્લાયન્ટનાં મોંથી જ કહેવડાવશે. ગઈ રાત્રે પણ તેઓને સૂવા ન હોતા દેવાયાં. તેઓ સવારે 8 વાગ્યાથી પૂછપરછ માટે તૈયાર હતા, પરંતુ સીબીઆઈએ સવારે 11 વાગ્યે પૂછપરછ શરૂ કરી હતી. 12 પ્રશ્નો પૂછવામાં આવ્યાં અને વળતા 6 જવાબો આપવામાં આવ્યાં. પી.ચિદમ્બરમને કયા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાં તે કોર્ટે પૂછવું જોઈએ.

પી. ચિદમ્બરમનાં મામલે કપિલ સિબ્બલે કહ્યું કે, કાર્તિ ચિદમ્બરમને નિયમિત જામીન મળતી રહી છે. ભાસ્કર રમનને આગામી જામીન મળી. આ બંનેને સીબીઆઇએ ક્યારેય ચેલેન્જ નથી કરી. દિલ્હી હાઇકોર્ટે આ બંનેને જામીન આપી રાખી છે. બીજી બાજુ સિબ્બલે જામીન આદેશની નકલ કોર્ટને આપી છે.

પી. ચિદમ્બરમ વતી, સીબીઆઈને કહેવામાં આવ્યું હતું કે, સવારે તેમની ધરપકડ કરવામાં આવે. આજે સવારનાં ચિદમ્બરમને ફક્ત 12 પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં, રાત્રે કોઈ પ્રશ્નો પૂછવામાં આવ્યાં ન હતા. કપિલ સિબ્બલ વતી કહેવામાં આવ્યું હતું કે, જે આરોપો છે તે પી.ચિદમ્બરમ ઉપર નહીં પણ કાર્તિ ચિદમ્બરમ પર હતાં અને કાર્તિ પણ જામીન પર છે. એવામાં પી. ચિદમ્બરમને જામીન આપો. શું સીબીઆઈએ ચિદમ્બરમને અત્યાર સુધીનાં પેમેન્ટને લઇને અંગે કોઈ પ્રશ્નો પૂછ્યાં છે, સીબીઆઈ તેમના પર ખોટું કામ કરવાનો આરોપ લગાવી રહી છે?

સીબીઆઈએ કોર્ટમાં કહ્યું, 'ચિદમ્બરમે કોર્ટમાં આ પદનો દુરુપયોગ કર્યો છે. 5 દિવસનાં રિમાન્ડની માંગણી કરી છે. સોલિસીટર જનરલ તુષાર મહેતા સીબીઆઈ વતી અરજી કરી રહ્યાં છે. આ દરમિયાન તેમણે કહ્યું કે આઈએનએક્સ મીડિયાએ ખોટી રીતે એફડીઆઈ વસૂલી છે, જે એફઆઈપીબીનાં નિયમોનું ઉલ્લંઘન છે. ચિદમ્બરમનાં કારણે આઈએનએક્સ મીડિયાને અયોગ્ય રીતે ફાયદો થયો. ત્યાર બાદ કંપનીએ અન્ય કંપનીઓને પણ પૈસા આપ્યાં છે. કોર્ટમાં સીબીઆઈ તરફથી કહેવામાં આવ્યું કે, કાર્તિ ચિદમ્બરમ સાથે સંકળાયેલી કંપનીઓને લગભગ 5 મિલિયન ડોલર આપવામાં આવ્યાં હતાં. સીબીઆઈ વતી એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પી.ચિદમ્બરમે આ પદનો દુરૂપયોગ કર્યો હતો.

સોલિસિટર જનરલે કહ્યું કે, 'ચિદમ્બરમને કસ્ટડીમાં લીધા વગર તપાસ પૂર્ણ નહીં કરી શકાય. ચિદમ્બરમ અત્યાર સુધી તપાસમાં સહયોગ ન હતાં આપતાં. સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે કપિલ સિબ્બલે કોર્ટમાં ચિદમ્બરમનો પક્ષ રાખવાનો શરૂ કર્યો છે.'

(7:20 pm IST)