Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

રાજ ઠાકરેને ઇડીના સમન્સની વ્યથાને કારણે એમએનએસના કાર્યકરનો આપઘાત

થાણે તા ૨૨  :  થાણે જિલ્લાના કળવાસ્થિત વિટાવા વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર ૨૭ વર્ષના કાર્યકર પ્રવીણ ચોૈઘુલેએ મંગળવારે રાતે દસ વાગ્યે શરીર પર પેટ્રોલ છાંટીને આત્મદહન કર્યુ હતું એમએનએસના પ્રમુખ રાજ ઠાકરેને મની લોન્ડરિંગના કેસમાં પુછપરછ માટે સમન્સ મોકલવાની ઘટનાથી દુઃખી હોવાને કારણે પ્રવીણ ચોૈઘુલેએ આપઘાત કર્યો હોવાનું કહેવાય છે, કારણ કે પ્રવીણે આત્મહત્યા કરતાં પૂર્વે સોશ્યલ નેટવર્કિગ સાઇટ ફેસબુક પર રાજઠાકરેના સમર્થનમાં ઘણી પોસ્ટ લખી હતી.

પ્રવીણ ચોૈઘુલે ઇડીના સમન્સને કારણે પરેશાન હોવાનું રાજઠાકરેએ પણ કહ્યું હતું. મહારાષ્ટ્ર  નવનિર્માણ સેનાએ સત્તાવાર રીતે રાજ ઠાકરેના ઇડીના વિવાદને કારણે પ્રવીણે આપઘાતઙ્ગ કર્યો હોવાનો પ્રચાર શરૂ કર્યો છે. જોકે કેસની તપાસ કરતા પોલીસ સબ-ઇન્સ્પેકટર મહેશ કવડેએ જણાવ્યું હતું કે ' પ્રવીણ દારૂનો વ્યસની હતો અને સતત ડિપ્રેશનમાં રહેતો હતો અને ટુરિસ્ટ કાર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. અગાઉ પણ ત્રણેક વખત તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.'

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના થાણે એકમના પ્રવકતા નૈનેશ પાટણકરે જણાવ્યું હતું કે ' પક્ષના પ્રમુખ રાજ ઠાકરેને એન્ફોર્સમેન્ટ  ડિરેકટોરેટ (ઇડી) ના સમન્સ મળ્યા પછી પ્રવીણ ખુબ ' હતાશા અનેરોષ' ની લાગણી અનુભવતો હતો. પ્રવીણે તેની લાગણીઓ સોશ્યલ નેટવર્કિગ સાઇટ ફેસબુક પર લખી હતી'

એમએનએસના પ્રમુખ રાજ ઠાકરેએ સોશ્યલ નેટવર્કિગ સાઇટ  ટ્રવિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ' પ્રવીણ ચોૈઘુલેના અવસાનના સમાચારથી મને ખુબ દુઃખ થયું છે. ઇડીએ મને નોટિસ મોકલ્યાના સમાચારથી દુઃખી થઇને તેણે આત્મદહન કર્યુ હતું. આવું બનવું નહોતું જોઇતું. ઇશ્વર પ્રવીણના આત્માને શાંતિ આપે. હું પક્ષના તમામ કાર્યકરોને કોઇ અંતિમવાદી પગલું નહી લેવાનો અનુરોધ કરૃં છું અગાઉ પણ મેં આવા કેસોનો સામનો કર્યો છે અને આ વખતે પણ હું પાર ઊતરીશ'

(4:20 pm IST)