Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

હવામાં ઉડીને શિકાર કરતો દુર્લભ સાપ ભુવનેશ્વરમાં મળ્યો

ભુવનેશ્વર,તા.૨૨: ઓડિસાના ભુવેશ્વરમાં એક અત્યંત દુર્લભ કહેવાય એવો સાપ મળ્યો  છે જે ઉડી પણ શકે છે. આ પ્રકારનલ સાપ પાળવાનું ગેરકાનુની છે, પરંતુ ભુવશ્વરમાં એક ભાઇએ એને પાળીને રાખ્યો છે. અને ઉડીને શિકાર કરતો સાપ બતાવીને તે લોકો પાસેથી પૈસા મેળવે છે.થોડાક સમય પહેલા વનવિભાગને આ વાતની જાણ થતાં તેમણે આ સાપને પકડીને જંગલમાં છોડી દેવાનો નિર્ણય કર્યો છે.દક્ષિણ-પૂર્વ એશિયામાં આવા ઉડતાં સાપ જોવા મળે છે જે ઝેરી પણ હોય છે. એના તીક્ષ્ણ દાંત માણસોને હાનિ પહોંચાડે છે.આ સાપ નાની ગરોળી, દેડકા, પક્ષીના ઇંડાં અને જીવડાંનો શિકાર કરે છે.

(4:20 pm IST)