Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

હિન્દુ-જૈનોની વસ્તીમાં ચિંતાજનક ઘટાડોઃ આવતા ૨૫-૫૦ વર્ષમાં જૈનો ૧૦-૧૨ લાખ રહેશે

શ્રી મુંબઇ જૈન સંઘ સંગઠન દ્વારા જૈનોની વસ્તી ગણતરી ચાલુ : ૨૦૦૧માં જૈનોમાં ૨૬ ટકા વૃધ્ધી હતી, જે ૨૦૧૧માં દર ૫.૪ ટકા થયો !!!: હિન્દુઓમાં ૨૦૦૧માં વૃધ્ધીદર ૨૦.૩ ટકા અને ૨૦૧૧માં ઘટીને ૧૬.૮ ટકા નોંધાયો

રાજકોટઃ તા.૨૨, ૧૩૮ કરોડની હિન્દુસ્તાન ની વસ્તીમાં જૈનો લગભગ ૪૫ લાખની એટલે કે ૦.૩૫% પર્સન્ટ સુધી સિમિત થઈ ગઈ છે એક સમય એવો હતો જયારે ભારતમાં કરોડો જૈન વસતા હતા અને ઈતિહાસકારોએ નોંધ લીધી છે કે થોડાક સૈકા પહેલા નીકળેલા પાલીતાણાના પદયાત્રા સંઘમાં ૭૦ લાખ લોકો જોડાયા હતા. શ્રાવિકા હ-જો સંઘમાં જ આટલા શ્રાવક હોય તો સમગ્ર ભારતમાં કેટલા જૈન હોય? જે ઝડપથી વસતિ ઘટી રહી છે તે જોતા એમ લાગે છે કે આગામી ૨૫-૫૦ વર્ષમાં જૈનો માત્ર ૧૦-૧૨ લાખની સંખ્યામાં આવી જશે.

 મહાત્માને તેમના આ બાબતમાં ગંભીર ચિંતન કરવાનો સમય પાકી ગયો છે . સંયમની મર્યાદા હોય છે પરંતુ પ્રબુદ્ઘ શ્રાવકોએ આ ઉપેક્ષિત બાબત ઉપર ગંભીર ચિંતન કરવાનો સમય પાકી ગયો છે . નહીં તો ધીમે ધીમે જેમ પારસી ૬૫ હજારથી નીચેના સંખ્યામાં બચ્યા છે તેમ જૈનોમાં પણ આવી સ્થિતિ થાય તો નવાઈ પામવા જેવું નથી.

 જેમણે એક જ દીકરો છે તેને ખચકાટ નહીં થાય તેઓ પોતાની વૃદ્ઘાવસ્થામાં લાકડી ટેકણ સમાન પુત્ર ઊભો રહેશે તે સમજીને તેઓ શાસન ને સમર્પિત કરવામાં ખચકાટ અનુભવે. વસ્તી વધી રહી છે તે વાયરસ વિદેશોમાંથી વિકૃત પવન રૂપે વાવવામાં આવ્યો છે ખરેખર આપણે ત્યાં તો શુકન સંપત્ત્િ। એટલે કે સુંદર સંતતિની પરંપરાની વાતો શાસ્ત્રોએ  સ્પષ્ટપણે લખી છે.

 ૨૦૧૧ માં થયેલા સેન્સસ પ્રમાણે હિન્દુઓ ૯૬.૬૩ કરોડ )૭૯.૮૦ ટકા  મુસ્લિમ ૧૭.૨૨ (૧૪, ૨૦ ટકા (, ક્રિશ્યિયન ૨.૭૮ કરોડ ) ૨.૩૦ ટકા, (શીખ ૨.૦૮ કરોડ)૧.૭૦ ટકા, (બૌદ્ઘ ૦.૮૪ કરોડ)  ૦.૭૦ ટકા, (જૈન ૦.૪૫ કરોડ)૦.૪૦ ટકા', (અન્ય ધર્મના ૦.૭૯ કરોડ) ૦.૭૦ ટકા, ધર્મ નથી તેવા ૦.૨૯ કરોડ ૦.૨૦ ટકા અને છેલ્લા દસકાઓનું ગણિત લઈએ તો ૧૯૯૧માં હિન્દુઓનો ગ્રોથ ૨૫.૧ ટકા હતો જે ૨૦૦૧ માં ૨૦.૩ ટકા થયો છે અને ૨૦૧૧ માં તે ૧૬.૮ ટકા થયો છે જયારે જૈનો ૨૦૦૧ માં ૨૬ ટકા ગ્રોથમાં હતા જે ૨૦૧૧ માં ૫.૪ ટકાના ગ્રોથમાં આવી ગયા છે.

 સૌથી વધારે ચોંકાવનારી બાબત એ છે કે ૦ થી ૧૯ વર્ષની ઉંમરના બાળકોનો આખા ભારતનો રેશિયો ૪૧ ટકા છે જયારે ૨૦ થી ૫૯ ની ઉમરમાં આ રેશિયો ૫૦ ટકા છે અને .૬૦ થી ઉપરની ઉંમરના ૯ ટકા લોકો છે. મુસ્લિમોમાં આ રેશિયો અનુક્રમે ૪૭,૪૬, અને ૬ ટકા છે જયારે જૈનોમાં ૧૯ વર્ષ સુધીમાં માત્ર ૨૯ ટકા છે અને ૨૦ થી ૫૯ વર્ષમાં ૫૮ ટકા લોકો છે જયારે ૬૦ ની ઉપર ૧૨ ટકા લોકો છે એટલે કે કુલ ૪૫ લાખમાંથી ૫.૪ લાખ વૃદ્ઘો છે જે હવેના ૫ - ૧૦ વર્ષમાં શાંત થઈ જશે બાકીના ૨૦ થી ૫૦ વર્ષના ૨૬ લાખ લોકો છે જે હવેના ૨૦ થી ૫૦ વર્ષમાં દેવલોક થશે એટલે છેલ્લે ૧૯ વર્ષથી નીચેના ૨૯ એટલે કે ૧૩ લાખ યુવા પેઢી બચશે જેમાં ૬.૫ લાખ પુરુષો અને ૬.૫ લાખ સ્ત્રીઓ હશેહમ દો હમારે દો માંથી હમ દો હમારા એક સ્લોગન પર આવી ગયેલા જૈન માનસ ને કારણે એક બાળકને જન્મ આપે તો૬.૫ લાખ બાળકો પેદા થાય અને ૨૦ - ૨૫ વર્ષ પછી આ સવા ત્રણ લાખ યુગલો સવા ત્રણ લાખ બાળકોને જન્મ આપશે જેની સામે મૃત્યુનો આંક ૫.૪ લાખ રહેવાનો છે . જેથી આગામી ૫૦ થી ૭૫ વર્ષમાં જૈનો ૧૨ લાખ થઈ જશે અને ૧૦૦ વર્ષ પછી આ સંખ્યા લગભગ ૬ લાખ જેટલી થઈ જશે. વધુમાં શીખો પછી જૈનોમાં ૧૦૦૦ છોકરાઓ સામે માત્ર ૮૯૦ છોકરીઓ છે. 

આ સમસ્યાનો હલ કરવા માટે જૈનોએ સૌ પ્રથમ તો પોતાની વસતિ ગણતરી કરવાનું નક્કી કર્યું છે. વિશ્વના સમસ્ત જૈનની જનગણના શરૂ કરવામાં આવી વિ.સં ૨૦૭૨માં પાલીતાણા, પારણા ભવન ખાતે યોજાયેલ તપાગચ્છીય શ્રમણ સંમેલનના ઠરાવ નં.૫૧ મુજબ સમગ્ર ભારતના જૈનોની જનગણના શરૂ કરવામાં આવી છે સરકારી યંત્રણા મુજબ જૈનોની વસતી માત્ર ૪૪ લાખ છે જયારે ખરેખર આ સંખ્યા દ્યણા મોટા પ્રમાણમાં હોવાની સંભાવના છે સમગ્ર .. વિશ્વના શ્વેતાંબર મૂર્તિપૂજક ની જેમ દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી ભાઈ બહેનોની વસ્તી ગણતરી કરવાનું સૂચન અને અસર પર ડેટા શેર કરશે અને  કરવામાં આવશે. સમગ્ર જૈન એકસૂત્રી બંધાય અને જેનોના સામાજીક, આર્થિક અને સ્વ આત્મ કલ્યાણ ના મુખ્ય હેતુ માટે તેમજ જૈનોના આત્મ સન્માન અને ગૌરવની પણ પ્રતિષ્ઠા માટે આ આયોજન કરવામાં આવ્યું છે.

 હાલ શ્રી મુંબઈ જૈન સંદ્ય સંગઠન દ્વારા આ કાર્ય વિશિષ્ટ રીતે ઉપાડવામાં આવ્યું છે. જેમાં માત્ર ૯૫૧૩૨ ૩૩૬૦૦ પર એક મિસ્ડ કોલ દેવાથી જૈન જનગણના માંથી રજીસ્ટ્રેશન માટે એક એસએમએસ આવે છે અને નાનકડું ફોર્મ જનરેટ થાય છે જે સબમીટ કરવાનું  રહે છે. આ મિસ્ડ કોલ વ્યવસ્થાની શરૂઆત માત્ર જ ત્રણ દિવસમાં ૧૪૦૦૦ જેટલા રજીસ્ટ્રેશન થઇ ચુકયા છે.

આ સિવાય વેબસાઇટ  HTTPS://www.jainjanganana.org/census ઉપર જઇને પણ ડાયરેકટ રજીસ્ટ્રેશન કરી શકાય છે.

(4:06 pm IST)