Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ઇ-વે બિલ પર ર૧ નવેમ્બર સુધી મહેતલ મળતાં વેપારીઓને રાહત

વાર્ષિક રિટર્ન પણ ટાળવામાં આવ્યું હોવાના અહેવાલઃ હાલ ઇ-વે બિલ બ્લોક નહીં કરાય

નવી દિલ્હી તા. રર : જીએસટી રિટર્નમાં વિલંબ કરનાર કે નહી ભરનાર ૪૦ ટકા વેપારીઓને માલ પરિવહન પર લટકતી તલવાર હાલ ત્રણ મહિના માટે ટળી ગઇ છે. આવા વેપારીઓના ઇ-વે બિલ જનરેટ કરવા પર પ્રતિબંધ આવનાર હતો, પરંતુ નાણા મંત્રાલયના આદેશ અનુસાર જીએસટી રૂલ-૧૩૮-ઇ હેઠળ સતત બે ટેકસ પિરીયડ (મંથલી કે કવાર્ટરલી) માં રિટર્ન નહી ભરનારને ઇ-વે બિલ પોર્ટલ પર બ્લોક કરવાનો નિર્ણય ર૧ નવેમ્બર સુધી પાછો ઠેલવામાં આવ્યો છે અને આમ વેપારીઓન ેઇ-વે બીલ પર નવેમ્બર સુધી મહેતલ મળતા રાહત થઇ છે.

જો વેપારીઓના ઇ-વે બિલ જનરેટ કરવા પર રોક લગાવવામાં આવી હોત તો રૂ.૧પ૦ હજારથી વધુ કિંમતના માલ-સામાનનું પરિવહન શકય બન્યુ ન હોત અને તહેવારોમાં સપ્લાયનું મોટુ સંકટ ઉભુ થાત આમ, હવે ર૧ નવેમ્બર સુધી વેપારીઓને ઇ-વે બિલ જનરેટ કરવા પર રોક નહી લાગે અને તેથી ખાસ કરીને તહેવારોની સીઝનમાં મોટી રાહત મળી છે અને વેપારીઓ સામે માલ-સામાનનું સંકટ પણ ટળ્યું છ.ે

બીજી બાજુ જીએસટીના પ્રથમ વાર્ષિક રીટર્ન પર જે ગતિરોધ ઉભો થયો છે તેન ધ્યાનમાં લઇને સરકારે હાલ વાર્ષિક રિટર્ન ટાળવાનો પણ નિર્ણય કર્યો છે.

દિલ્હીના જીએસટીના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે પાટનગર સહિત મોટા ભાગના રાજયો તરફથી ભલામણ કરવામાં આવી છેકે ર૦ ટકા કરદાતાઓએ જે ફોર્મ જીએસટીઆર-૯ અને બે ટકાથી ઓછા વપારીઓએ ઓડીટ રિપોર્ટ જીએસટીઆર-૯-સી ફાઇલ કર્યો છે અને તેથી તેમાં પણ મુદત આપવાની જરૂર છે. જોકે ઇન્ડસ્ટ્રી અને નિષ્ણાતોનું માનવું છે કે વારંવાર તારીખ લંબાવવાથી વાર્ષિક રિટર્નનો પડકાર દુર થવાનો નથી.

(3:59 pm IST)