Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

રાજ ઠાકરેની ઇડી દ્વારા કડક પુછપરછ : મુંબઇમાં હલચલ

આઇએલએન્ડએફએસ મામલે પુછપરછ કરાઇ :રાજઠાકરેની સમસ્યા વધે તેવા સંકેત : પાર્ટીમાં સનસનાટી

મુંબઇ,તા. ૨૨: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેની પુછપરછ કરવામાં આવી છે. આ પુછપરછ કોહિનુર સીટીએનએલ ઇન્ફ્રાસ્ટકચર કંપનીમાં આઇએલએનમ્ડ એફએસ દ્વારા ૪૫૦ કરોડ રૂપિયાની ઇક્વિટી રોકાણના મામલે તપાસ ચાલી રહી છે. આને લઇને ઇડી દ્વારા રાજ ઠાકરેને નોટીસ જારી કરવામાં આવી હતી. ઇડીની પુછપરછથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમી જામી ગઇ છે. શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ પોતે કહ્યુ છે કે આ પુછપરછથી કઇ પણ હાંસલ થનાર નથી. દરમિયાન મુંબઇ પોલીસે સાવચેતીના પગલા રૂપે પાર્ટીના નેતા સંદીપ દેશપાન્ડે સહિત એમએનએસ કાર્યકરોને કસ્ટડીમાં લઇ લીધા છે. રાજ ઠાકરેની પુછપરછ દરમિયાન તેમને કેટલાક  વૈધક પ્રશ્નો કરવામાં આવ્યા છે. કોહિનુર સીટીએનએલ દાદરમાં કોહિનુર ટાવર્સના નિર્માણનુ કામ કરે છે. ઇડી કંપનીના શેર હોલ્ડિંગ તેમજ તેમના રોકાણના મામલે નાની નાની બાબતોમાં ધ્યાન આપે છે. કોહિનુર મિલ્સ નંબર ત્રણને ખરીદવા માટે શિવસેનાના નેતા મનોહર જોશીના પુત્ર ઉન્મેષ જોશી અને રાજ ઠાકરેએ મળીને એક કન્સોર્ટિયમની રચના કરી હતી. રાજ ઠાકરે હવે શેર વેચી ચુક્યા છે.

(3:56 pm IST)