Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

અયોધ્યા કેસઃ સુનાવણીનો દસમો દિવસ

બ્રિટીશરાજમાં મસ્જિીદમાં માત્ર જુમ્મે કી નમાજ થતી'તીઃ હિંદુ પણ ત્યાં પૂજા કરવા આવતા હતા

મૂળ અરજદારના વકિલનો દાવોઃ હું ઉપાસક છું અને વિવાદિત સ્થાળે પૂજાનો અધિકાર છે

સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર રોજે-રોજ સુનાવણી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૯ દિવસથી સુનાવણી કરવામાં આવી રહી છે અને આજે ૧૦મો  દિવસ છે. અત્યાર સુધીમાં નિર્મોહી અખાડા અને રામલલા વિરાજમાનના વકીલ તરફથી કોર્ટમાં પોતાનો પક્ષ રાખી ચૂકયાં છે.

સુનાવણી પૂર્ણ થઇ તે પહેલા ગોપાલ સિંહ વિશારદ તરફના વકીલ રંજીત કુમારે પોતાની દલીલ રાખી હતી. ગોપાલ સિંહ વિશારદના વકીલ રાજીવ કુમાર તરફથી કહેવામાં આવ્યું કે ૧૯૪૯માં મુસ્લિમ પાર્ટીએ કહ્યું હતું કે તેઓ ૧૯૩૫માં ત્યાં નમાઝ અદા નથીઙ્ગકરી રહ્યાં.એવામાં જો જમીન હિન્દુઓને આપવામાં આવશે તો કોઇ પરેશાની નહીં થાય. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સોંગદનામાની માન્યતાને લઇને પૂછ્યું હતું. કોર્ટે પૂછ્યું કે શું આ સોંગદનામાની ચકાસણી કરવામાં આવી છે. ન્યાયાધીશ બોબડેએ કહ્યું કે આ સોંગદનામું ત્યારે આપવામાં આવ્યું હતું કે જયારે સરકારે જમીન રીસીવરને સોંપવા માગતી હતી. શું આ વાત કયારેય મેજિસ્ટ્રેટ સામે પુરવાર થઇ હતી?

અયોધ્યા વિવાદની સુનાવણી આજે શરૂ થઇ હતી. આજે સુનાવણીનો દસમો દિવસ છે. સુપ્રીમ કોર્ટમાં ગોપાલ સિંહ વિશારદના વકીલ રંજીત કુમારે પોતાનો પક્ષ રાખ્યો. તેમની તરફથી ૧૯૫૦માં જ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.ઙ્ગ

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે ૧૦મા દિવસે સુનાવણી ચાલુ રાખી છે. આ કેસમાં અરજીકર્તા ગોપાલ સિંહ વિશારદ તરફના વરિષ્ઠ વકીલ રંજીત કુમારે કહ્યું કે, હું શ્રીરામનો ઉપાસક છું અને મને જન્મસ્થળ પર ઉપાસના કરવાનો અધિકાર છે. આ અધિકાર મારાથી છિનવી શકાય નહીં. તેમણે ૮૦ વર્ષના અબ્દુલ ગનીના સાક્ષી તરીકેના નિવેદનને ટાંકતા કહ્યું કે, ગનીએ કહ્યું હતું કે, બાબરી મસ્જિદ રામ જન્મસ્થાન પર બન્યું છે.

બ્રિટિશ રાજમાં મસ્જિદમાં માત્રઙ્ગજુમ્માની જ નમાજ અદા થતી હતી. હિન્દુ ત્યાં પૂજા કરવા આવતા હતા. રંજીત કુમારે કહ્યું કે, મસ્જિદ તૂટતાં મુસ્લિમોએ નમાજ અદા કરવાનું બંધ કર્યું પરંતુ હિન્દુઓએ જન્મ સ્થળ પર પૂજા ચાલું રાખી છે.ઙ્ગઆ અગાઉ બુધવારે રામલલા વિરાજમાનના વકીલ સીએસ વૈદ્યનાથને પોતાની દલીલો પૂર્ણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, વિવાદીત ભૂમિ પર મંદિર હોય કે ન હોય, મૂર્તિ હોય કે ન હોય પરંતુ લોકોની ભાવના હોય એ જ પુરતું છે. આ સાબિત કરવા માટે પુરતું છે કે આ જ રામજન્મ સ્થાન છે.

રામલલાના વકીલે કહ્યું હતું કે, મંદિરમાં બિરાજમાન રામલલા કાયદાકીય રીતે સગીર છે. સગીરની સંપત્ત્િ। કોઇને આપવાની કે વહેંચવાનો કોઇ નિર્ણય કરી ન શકાય. હજારો વર્ષોથી લોકો જન્મસ્થાનની પૂજા કરી રહ્યા છે. આ આસ્થાને સુપ્રીમ કોર્ટે માન્યતા આપવી જોઇએ. તેમણે કહ્યું કે, ૧૯૪૯માં વિવાદીત ઇમારતમાં રામલલાની મૂર્તિ મળ્યા બાદ ૧૨ વર્ષ સુધી બીજો પક્ષ નિષ્ક્રિય બેઠો રહ્યો હતો. એમને કાયદાકીય દાવો કરવાનો કોઇ હક નથી. કોર્ટ જન્મ સ્થાનને લઇને હજારો વર્ષ સુધી ચાલી આવતી હિન્દુ આસ્થાની પરંપરાને મહત્વ આપવામાં આવે.

(3:55 pm IST)