Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

બિહારમાં મદ્રેસાઓ રીનોવેટ કરાવશે નીતિશ

રીપેરીંગ ઉપરાંત લાયબ્રેરી, લેબોરેટરી અને હોસ્ટેલ પણ બનાવી આપશે

પટણાઃ બિહારની નીતિશકુમાર સરકારે રાજ્યની બધી જ રજીસ્ટર્ટ મદ્રેસાઓને તબકકાવાર રીપેર અને રીનોવેટ કરાવવાનો નિર્ણય કર્યો છે.આ મદ્રેસાઓમાં નવી લાયબ્રેરી,હોસ્ટેલ અને સાયન્સલેબ પણ બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બિહારમાં અત્યારે ૨૫૪૯ રજીસ્ટર્ટ મદ્રેસાઓ છે જેને રાજ્ય સરકાર તરફથી વાર્ષિક ફંડ મળે છે.

કોઇ રાજ્યમાં કોઇ સરકારે મદ્રેસાઓના રિપેરીગ અને રીનોવેશન કરાવવાનો નિર્ણય કર્યો હોય તેવું પહેલીવાર થયું છે આ પહેલા મદ્રેસાઓનું નિર્માણ કાર્ય અને રીપેરીંગની જવાબદારી મદ્રેસા કમીટીની હતી જે સરકારી ફંડ દ્વારા આ કામ કરાવતી હતી.

બિહાર સ્ટેટ મદ્રેસા બોર્ડના ચેરમેન કયુબ અંસારીએ રિપોર્ટરોને કહ્યુ કે લાંબા સમયથી રાહ જોવાતી આ યોજનાને સરકારે મંજુરી આપી હતી જે સરકારી મંજૂરી આપી દીધી છે. આના માટે એક કમિટી બનાવાઇ છે.

પહેલા તબકકામાં ઔરંગાબાદ, નાલંદા અને દરભંગાની ૨૫ મદ્રેસાઓના રીપેરીંગ અને રીનોવેશન માટે ૨૫ કરોડ રૂપિયા ફાળવી દેવાયા છે. અન્ય જીલ્લાઓને જીલ્લા લઘુમતિ કલ્યાણ અધિકારીઓ દ્વારા પ્રસ્તાવ મોકલવાનું લેખિતમાં કહેવાયું છે.કે પ્રસ્તાવ એવી મદ્રેસાઓ માટે મોકલવાનું કહેવાયું છે જે એવી જમીન પર બની હોય જે કોઇ કાયદાકીય લફરામાં ફસાયેલી ન હોય.

(3:48 pm IST)