Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

પુત્રની ઝંખનામાં ત્રણ પુત્રીના પિતા ઉત્તર પ્રદેશના નગરસેવકે ઢીબી નાખી પત્નિને તલ્લાક આપી દીધા

નાઝોબાનુના લગ્ન ૧પ વર્ષ પહેલાં થયેલાઃ ૪ વર્ષની પુત્રીને નદીમાં ફેંકવા સાથે પણ લઇ ગયો

નવી દિલ્હી તા. રર :.. ઔરૈયાના સદર કોતવાલી ક્ષેત્રના ખાનપુર ગામની રહીશ નાઝોબાનુ નામની યુવતિના લગ્ન ૧પ વર્ષ પહેલાં ઇટાવા જીલ્લાના લકેવર થાણા ક્ષેત્રના હાફિઝનગરના રહીશ શમશુદીન નિઝામુદદીન સાથે થયા બાદ તેણીને પણ પુત્રીઓ થયેલ પણ પતિને પુત્રની ઝંખના હોઇ તેના લીધે તેણે પત્નિ ઉપર ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધેલ.

આ દરમિયાન ચાર વર્ષ પહેલાં તેણીએ સાસરીયા પક્ષ સામે દહેજ અંગેનો કેસ કરેલ અને તે પછી પોતે ખાનપુર માવતરે રહે છે ત્યાં ચાર દિ' પહેલાં પોતાનો પતિ જે હાફિઝાનગરના પોતાના વોર્ડનો નગર સેવક છે તે માતા-પિતા સાથે આપી કેસ પાછો ખેંચી લેવા દબાણ કરેલ અને તેની મનાઇ કરતા તેણીને મારપીટ કરતા તે બેહોશ થઇને પડી ગઇ હતી.

આ ઘટના વખતે તેણીની માતા હાજર હતી પણ તેની માતાની કોઇ વાત સાંભળી નહી, અને તેનો પતિ-પુત્રી ફલક જે ચાર વર્ષની છે તેને યમુના નદીમાં ફેંકવા સાથે લઇ ગયેલ જેથી તેણીની માતાએ કાગારોળ મચાવી દેતા ગ્રામજનોની મદદથી બાળકીને બચાવી લેવાઇ પણ ફરીથી તેનો પતિ ઘરે આવી ત્રણ વાર તલ્લાક શબ્દ બોલી ચાલ્યો ગયો હતો. હજુ થોડા દિ' પહેલાં જ ચિગમ નહીં ખાતા પત્નિને તલ્લાક આપ્યાનો બનાવ બનેલ છે. ત્યાં પુત્રની ઝંખનામાં વધુ એક તલ્લાક પ્રકરણ પોલીસ સુધી પહોંચેલ છે.

(3:48 pm IST)