Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

પરિવાર વાદનું રાજકારણ વિખેરાવાથી લોકોમાં ખુશી : અલગતાવાદી તત્વો પણ રાજકારણમાં જોડાવા ઉત્સુક

કાશ્મીરમાં રાજકીય વાતાવરણમાં ઉલટફેર

શ્રીનગર : કાશ્મીરનું રાજકારણ ઘણા વર્ષો પછી વિખરાઇ રહયું છે. કાશ્મીરમાં બે પરિવારોની આજુબાજુ ફરતી રાજકીય શતરંજ વીખેરાઇ ગઇ છે. હવે કાશ્મીરના રાજકીય અખાડામાં ભૂતપૂર્વ આતંકવાદીઓ પણ કુદવા માટે તૈયાર થઇ ગયા છે. જે કયારેક પાકિસ્તાન તરફી હોવાનો દાવો કરીને બંદુકો દેખાડતા હતા.

ખીણમાં અલગતાવાદી રાજકારણમાં પણ કેટલાક ભૂતપૂર્વ આતંકવાદીઓ સક્રિય છે, તેમાં જફર અકબર ફતેહ મુખ્યરૂપે સામેલ છે. તેના સંગઠનનું નામ સાલ્વેશન મુવમેન્ટ છે. ૨૦૦૦ ની સાલમાં સાલ્વેશન મુવમેન્ટની રચના એવું વિચારીને કરવામાં આવી હતી  કે  કેન્દ્ર  સરકાર સાથે વાતચીતમાં સફળ રહેનાર હિજબુલ ની આ સંસ્થા મુખ્યધારાના રાજકારણનો ભાગ બનશે, પણ ૨૦૦૦ માં કેન્દ્ર અને હિજબુલ વચ્ચેની વાતચીત નિષ્ફળ થતાં આ સંસ્થા અલગતાવાદી રાજકારણનો એક ભાગ બની ગઇ હતી.

(1:11 pm IST)