Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

૧લી સપ્ટેમ્બરથી દેશના દરેક નાગરીકે નવા નિયમ પ્રમાણે લાયસન્સ લેવા પડશે

નવી દિલ્હી, તા. ૨૨ : તમે ટુ વ્હીલર ચલાવતા હો કે ફોર વ્હીલર, પહેલી ઓકટોબરથી તમારું ડ્રાઇવિંગ લાયસન્સ બદલાઇ જશે. અત્યારે દેશના દરેક રાજયમાં ડ્રાઇવિંગ લાયસન્સ (ડીએલ) અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી) અલગ અલગ ડિઝાઇન ધરાવે છે એટલે ઘણીવાર સંબંધિત ટ્રાફિક પોલીસને તેમજ ખુદ નાગરિકોને મુશ્કેલી પડે છે. હવે કેન્દ્ર સરકારે આ બંનેની ડિઝાઇન દેશભરમાં એકસરખી હોય એવું કરવાનો નિર્ણય લીધો છે. હવે દેશના કોઇ પણ રાજયમાં જાઓ. ડીએલ અને આરસીની ડિઝાઇન તેમજ રંગ એકસરખા હશે.

દરેક નાગરિકે નવા નિયમ પ્રમાણેના લાયસન્સ લેવાના રહેશે. કેન્દ્ર સરકારે આ માટે જરૂરી નોટિફિકેશન પણ બહાર પાડી દીધું છે. બંનેનું પ્રિન્ટીંગ પણ એકસમાન રહેશે. દેશના તમામ નાગરિકો આ નવી જોગવાઇ મેળવી શકે એ માટે પૂરતો સમય આપવામાં આવશે એમ કહેવા છે.

(11:29 am IST)