Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

યસ બેંક એમએસએમઈને પ્રોત્સાહન આપવા માટે લાવી વ્યાપાર એકસપ્રેસ

એમએસએમઈને પર ધ્યાન કેન્દ્રિત કરતા બેંકે ૨૦૧૮માં વ્યાપાર એકસપ્રેસ શરૂ કરી હતી

મુંબઇ, તા.૨૨: ભારતની ચોથી સૌથી મોટી ખાનગી ક્ષેત્રની યસ બેંક વાત્વા ઈંડસ્ટ્રીયલ એસ્ટેટ, અમદાવાદમાં એમએસએમઈ કાર્નિવલમાં વેપાર એકસપ્રેસને લઇને પરત આવી છે. આ એમએસએમઈ માટે સક્ષમ વાતાવરણ બનાવવાની બેંકની પ્રતિબદ્ઘતાને અનુરૂપ છે. આ ૧૨ કાર્યક્રમોની શ્રેણીમાં ત્રીજુ આયોજન છે, જે સમગ્ર દેશમાં આયોજિત કરવામાં આવશે.

આ કાર્યક્રમોની શ્રેણીના માધ્યમથી યસ બેંકનું લક્ષ્ય એમએસએમઈઝની બેંકિંગ આવશ્યકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, અને ભાગ લેનારા એમએસએમઈઝને રિટેલ ઉત્પાદનોની એક વિસ્તૃત શ્રેણીના માધ્યમથી અવિરત બેંકિંગની સુવિધા પ્રદાન કરવાની છે.

અવિરત ફંડિંગ / હૈસલ ફ્રી ફંડિંગઃ સ્માર્ટ એજ – એમએસએમઇઝ માટે પ્રથમ જીએસટી આધારિત નાણાકીય એનબ્રલર, જે જીએસટી રિટર્ન અને બેંક સ્ટેટમેંટ્સ રૂ. ૩ કરોડના આધાર પર ત્વરિત અને સરળ લોન પ્રદાન કરે છે. સ્માર્ટ ઓવરડ્રાફટ – બેલેંસ શીટ વિના રૂ. ૧૫ કરોડ સુધીનો ઓવર ડ્રાફ્ટ પ્રાપ્ત કરો. મૂલ્યાંકન માત્ર બેંક સ્ટેટમેંટના આધાર પર. નાણાકીય / બેંકિંગ જરૂરિયાતોના ઝડપી અને સરળ મૂલ્યાંકન માટે સ્પોટ લોન સ્વિકૃતિ. પ્રધાનમંત્રી આવાસ યોજના – એમએસએમઇ કર્મચારીઓ માટે વ્યાજબી આવાસ યોજના મહિલા ઉદ્યોગસાહસિકો માટે વિશેષ ઓફર,એપીઆઈ આધારિત પેમેંટ્સ અને કલેકશન સોલ્યૂશન, આ પ્રકાર એમએસએમઈનું ડિજિટલીકરણ. આજીવન મફત ક્રેડિટ કાર્ડ. વાતવા ઇંડસ્ટ્રીયલ એસોસિયેશનના સભ્યો માટે સાઇબર જોખમ અને સુરક્ષા પર નોલેજ સેશનઆ પહેલ પર ટિપ્પણી કરતા યસ બેંકના એસએમઈ એન્ડ રૂરલ બેંકિંગના ગ્રુપ પ્રેસિડેંટ અને નેશનલ હેડ અસીમ ગાંધીએ જણાવ્યું કે યસ બેંક એમએસએમઈ ક્ષેત્રની મૂળભૂત જરૂરિયાતોને સંબોધિત કરવા માટે પ્રતિબદ્ઘ છે.

(11:29 am IST)