Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહમંત્રીને મળતા આનંદીબેન પટેલ

રાજકોટ : ઉત્તરપ્રદેશના રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલે બે દિવસ પહેલા નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેઓ ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહને પણ મળેલા. એઇમ્સ ખાતે જઇને પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીની તબિયત અંગે જાણકારી મેળવી હતી. યુપી રાજભવનમાં કાર્યભાર સંભાળ્યા બાદ કેન્દ્રીય મહાનુભાવો સાથે તેમની આ પ્રથમ શુભેચ્છા મુલાકાત હતી.

 

(11:28 am IST)