Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

લગ્નમાં અડચણો જાણવા છતાં સહમતીથી સંબંધ બાંધવો રેપ નથી

સુપ્રિમકોર્ટનો મહત્વનો ચુકાદો : ફરિયાદી મહિલાની રેપની અરજી ફગાવાઇ : કોર્ટે સામાવાળાને આરોપમુકત જાહેર કર્યાઃ ૮ વર્ષથી બંને રિલેશનશીપમાં હતાઃ બંને આ દરમ્યાન એકબીજાના નિવાસે પણ રોકાયા હતાં જે સાબિત કરે છે કે સંબંધ પરસ્પર સહમતીથી હતો

નવી દિલ્હી, તા. રર : સુપ્રિમ કોર્ટે પરસ્પર સહમતીથી શારિરિક સંબંધ બનાવવા અંગે મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે જો મહિલા એ જાણતી હોય કે આ સંબંધને કોઇ ભાવિ મુકામ સુધી લઇ જઇ નહિ શકાય, છતાં તે પરસ્પર સહમતીથી શારિરિક સંબંધ બનાવે તો તેને રેપ કહી ન શકાય. આવી પરિસ્થિતિમાં પરસ્પર સહમતીથી બનાવવામાં આવેલા શારિરિક સંબંધને લગ્નની લાલચ આપી રેપ કર્યો એવું કહી ન શકાય.

જસ્ટીશ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટીશ ઇન્દીરા બેનર્જુએ સેલ્સ ટેક્ષમાં આસી. કમિશનર મહિલાની અરજીને આ આધાર પર ફગાવી દીધી હતી. ર જ્જોની બેન્ચે મહિલા દ્વારા સીઆરપીએફમાં ડે. કમાન્ડન્ટ ઉપર મૂકાયેલા રેપના આરોપોને પણ નકારી કાઢયા હતાં. કોર્ટે પોતાના ફેંસલામાં કહ્યું હતું કે, બંને ૮ વષથી વધુ સમય સુધી સંબંધમાં હતાં. બંને આ દરમ્યાન અનેક પ્રસંગે એકબીજાના નિવાસે રોકાયા તેનાથી સ્પષ્ટ છે કે આ સંબંધ પરસ્પર સહમતીથી બન્યો હતો.

ફરીયાદ કરનારી મહિલાએ કહ્યું હતું કે હું સીઆરપીએફના અધિકારીને ૧૯૯૮થી જાણતી હતી. તેણીએ આરોપ મૂકયો હતો કે ર૦૦૮માં લગ્નની લાલચ આપી અધિકારીએ પરાણે શારિરિક સંબંધ બાંધ્યા હતા. ર૦૧૬ સુધી બંને વચ્ચે સંબંધ રહ્યો હતો અને એ દરમ્યાન અનેક દિવસો સુધી બંને એકબીજાના ઘરે પણ રોકાયા હતાં. ફરીયાદીનું કહેવું છે કે, ર૦૧૪માં અધિકારીએ મહિલાની જાતિના આધાર પર લગ્ન કરવા ના પાડી હતી- પછી બંને વચ્ચે ર૦૧૬ સુધી સંબંધ રહ્યાં હતા. ર૦૧૬માં મહિલાએ અધિકારી વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી કારણ કે તેને માહિતી મળી હતી કે અધિકારીએ બીજાની સાથે સગાઇ કરી છે.

સુપ્રિમ કોર્ટે ફેંસલામાં કહ્યું છે કે વચન આપવું અને કોઇ પરિસ્થિતિમાં તેનું પાલન ન થવું એ છેતરપીંડી નથી. કોર્ટે કહ્યું છે કે, જો લગ્નનું ખોટુ વચન આપી કોઇ શખ્સનો ઇરાદો મહિલાનો ભરોસો જીતવાનો છે. ખોટુ વચન આપી મહિલા સાથે સંબંધ બાંધવામાં અને પરસ્પર સહમતીથી શારિરિક સંબંધ બનાવવાને લઇને ખોટી ધારણા છે. ખોટુ વચન આપી છેતરવાએ એ સ્થિતિ છે જેમાં વચન આપનાર શખ્સના મનમાં તે આપતી વખતે તેને ભાગવાની કોઇ યોજના ન હોય.

કોર્ટે એફઆઇઆરનો અભ્યાસ કર્યા બાદ કહ્યું હતું કે ર૦૦૮માં કરાયેલ લગ્નનું વચન ર૦૧૬માં પુરૂ કરી ન શકાય. આ માત્ર એ આધારે કહી ન શકાય કે લગ્નનું વચન માત્ર શારિરિક સંબંધ બાધવા માટે જ હતું. કોર્ટે એમ પણ કહ્યું હતું કે મહિલા ફરીયાદીને એ બાબતની જાણ હતી કે લગ્નમાં અનેક પ્રકારની અડચણો છે તે સંપૂર્ણ રીતે પરિસ્થિતિથી આવગત હતી.

(11:24 am IST)