Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

મમતા દીદીનો 'ટી સ્ટોલ'...લોકો માટે બનાવી ચાઃ બાળકોને વહેંચી પીપરમેન્ટઃ કહ્યું... નાની નાની ખુશી આપણને રાહત પહોંચાડે છે

પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગઈકાલે એક અનોખા અંદાજમાં જોવા મળ્યા. એક ગામમાં તેમણે રસ્તાની બાજુએ એક ટી સ્ટોલમાં તેઓ ગયા હતા અને ત્યાં તેમણે પોતે જાતે ચા બનાવી લોકોને પીરસી હતી. ગઈકાલે તેઓ દત્તપુર ગામમાં પહોંચ્યા હતા જ્યાં ચાની દુકાનમાં પોતાની જાતે સ્થાનિક લોકો માટે ચા બનાવી અને પીરસી હતી. તેમણે આ અંગેનો વિડીયો પણ શેયર કર્યો છે અને લખ્યુ છે કે કયારેક કયારેક જીવનમાં નાની નાની ખુશી પણ આપણને ખુશ કરી દેતી હોય છે. કયારેક સારી ચા બનાવવી આમાંથી એક છે. ચા બનાવ્યા બાદ મમતાએ લોકો સાથે મળીને ચાનો આનંદ પણ લૂંટયો હતો. વિડીયોમાં તેઓ સ્થાનિક લોકોથી ઘરાયેલા નજરે પડે છે. આ વિડીયોમાં તેઓ એક નાની બાળકી સાથે રમતા પણ નજરે પડી રહ્યા છે. તેમણે બાળકોને પીપરમેન્ટ પણ વહેંચી હતી. તેઓએ આ દરમિયાન લોકોના હાલચાલ પણ જાણ્યા હતા.

(3:52 pm IST)