Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ટ્વીટર ડાઉન :દોઢ કલાક યુઝર્સ પરેશાન

નવી દિલ્હી :ભારત સહિત વિશ્વના કેટલાય દેશોમાં જાણીતી શોશ્યલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટ્વીટર લગભગ દોઢ કલાક સુધી દઉં જોવાયું હતું

 ડાઉન ડિટેકટ વેબસાઈટ મુજબ ભારત,જાપાન,બ્રાઝીલ,અમેરિકા સહીત કેટલાય દેશોમાં ટ્વીટર કામ નહોતું કરતુ,સાથોસાથ એપના ડેસ્કટોપ વર્ઝનને પણ એક્સેસ કરવામાં તકલીફ પડતી હતી

   ટવીટરના દઉં હોવના કારણે કોઈપણનું એકાઉન્ટ ઓપન થતું નથી તો કેટલાકને સ્ક્રીન પર ટેક્નિકલ સમસ્યાથી જોડાયેલ સંદેશ નજરે પડતો હતો કેટલાક યુઝર્સ એવા પણ હતા જેનું ટ્વીટર કામ કરતુ હતું પરંતુ ખુબ જ સ્લો હતું

   જોકે ટ્વીટર દ્વારા આ અંગે સત્તાવાર નિવેદન જાહેર થયું નથી અને કોઈપણ જાણકારી પણ સામે આવી નથી કે ક્યાં કારણોસર આ કામ કરતુ નથી

   જોકે આ પહેલીવાર નથી કે ટ્વીટર અચાનક દઉં થયું હોયમા વર્ષેના પ્રારંભથી લઈને અત્યાર સુધીમાં ફેસબુક,વોટ્સએપ અને ટવીટરના દઉં થવાના કારણે યુઝર્સને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો 

(11:16 am IST)