Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ફ્રાંસમાં G-7 બેઠક દરમ્યાન મોદી ટ્રમ્પ સહિત વિશ્વ નેતાઓને મળશેઃ કાશ્મીરનો ઘુંટડો ઉતારશે

ટ્રમ્પ વગેરે સાથે દ્વિપક્ષીય મુલાકાતો થશેઃ જી-૭ સમૂહમાં ભારત નથી છતાં નિમંત્રણ મળ્યું છે

નવી દિલ્હી, તા. ૨૨ :.  કાશ્મીર મુદ્દાના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જી-૭ બેઠકમાં ઉપસ્થિતિ રણનૈતિક રીતે મહત્વપૂર્ણ બની ગઈ છે. વડાપ્રધાન મોદી બેઠક સિવાય પણ અમેરીકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ફ્રાંસના રાષ્ટ્રપતિ મૈક્રો સહિત અન્ય વૈશ્વિક નેતાઓને મળીને કાશ્મીર મુદ્દે ભારતનો પણ મજબૂત રીતે રજૂ કરશે.

કાશ્મીરમાં કલમ ૩૭૦ દૂર કરાયા પછી વડાપ્રધાન મોદીની દુનિયાના મોટા નેતાઓ સાથે આ પહેલી બેઠક થશે. ટ્રમ્પે પોતે પણ કહ્યું છે કે તે ફ્રાન્સમાં જી-૭ બેઠક દરમ્યાન મોદી સાથે કાશ્મીર મુદ્દે વાત કરશે. દુનિયાના દેશોને આ વિસ્તારમાં વધી રહેલી તંગદિલી અંગે ચિંતા છે. મોટા ભાગના દેશોએ કાશ્મીરને ભારતની આંતરીક બાબત ગુણવતા ભારત પાકિસ્તાનને તંગદિલી ઓછી કરવા કહ્યુ છે. ભારતની રજૂઆત મોટાભાગના દેશોએ સ્વીકારી છે.

સૂત્રો અનુસાર કુટનીતિક સ્તરે ભારતે દુનિયાના બધા મહત્વપૂર્ણ દેશોને કાશ્મીરના ઘટનાક્રમની જાણ કરી છે. જી-૭ દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય મુલાકાતમાં પણ વડાપ્રધાન મોદી ભારતનો પણ મજબૂતીપૂર્વક રીતે રાખશે. સૂત્રોએ કહ્યુ કે કાશ્મીર મુદ્દે ભારતનું વલણ એકદમ સ્પષ્ટ છે. તે ભારતની આંતરિક બાબત છે. તેમા ત્રીજા પક્ષની દખલની કોઈ જરૂર નથી. જો કે ભારત ઈચ્છે છે કે દુનિયાના દેશો પાકિસ્તાન પર આતંકવાદી સંસ્થાઓ પર કાર્યવાહીનું દબાણ બનાવે.

સૂત્રોએ કહ્યું કે કાશ્મીર મુદ્દાની આડ લઈને પાકિસ્તાન આતંકવાદના મુદ્દા પરથી વિશ્વનુ ધ્યાન ભટકાવવા ઈચ્છે છે. કાશ્મીરના વર્તમાન ઘટનાક્રમ સાથે તેને કોઈ લેવા દેવા નથી. ભારતનું માનવું છે કે મૂળ મુદ્દો હજુ પણ જમ્મુ કાશ્મીરની સાથે કેટલાક અન્ય પડોશી દેશોમાં પાકિસ્તાન આયોજીત આતંકવાદનો છે.

(10:32 am IST)