Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ચિદમ્બરમ બાદ રોબર્ટ વાડ્રાની વધશે મુશ્કેલી ;કોર્ટે આપ્યો એક મહિનાનો સમય

 

નવી દિલ્હી ;દિલ્હી હાઇકોર્ટ વેપારી રોબર્ટ વાડ્રાને તેની અરજી પર ઇડીને જવાબ દાખલ કરવા ચાર સપ્તાહનો સમય આપ્યો છે વાડ્રાએ પોતાની અરજીમાં ધનશોધન નિવારણ કાનૂનના કેટલાક પ્રાવધાનોને રદ કરવા માંગ કરી છે ન્યાયમૂર્તિ મનમોહન અને ન્યાયમૂર્તિ સંગીતા ઢીંગરા સહગલની પીઠે મામલાની વધુ સુનાવણી 18 નવેમ્બરે રાખી છે

   કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ વાડ્રાનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ અધિવક્તા કેટીએસ તુલસીએ ઇડીને જવાબ દાખલ કરવા સમયની માંગ કરી હતી અને કહ્યું હતું કે દસ્તાવેજો લગભગ તૈયાર છે તેમણે એમ પણ કહ્યું હતું કે ઈડીનો દાવો છે કે વાડ્રાએ હાઇકોર્ટ સમક્ષ તેની અરજીમાં કેટલાક તથ્યોને દબાવ્યા છે જોકે તેને કોઈ તથ્યોને દબાવ્યા નથી

   તુલસીએ કહ્યું કે તે ઇસીઆઈઆર પ્રતિ નહીં આપતા અને પછી કહે છે કે તથ્યોને દબાવ્યા છે મને અદાલતના આદેશ અબ્દ એસીઆઈઆરની નકલ આપી હતી મારી જાણકારીમાં જે તથ્યો હતા મેં તમામ તથ્યોનો ખુલાસો કર્યો છે મારા તરફથી કોઈ તથ્યો દબાવાય નથી વાડ્રા ]ના સહયોગીએ મામલાને રદ કરવા માંગ કરી છે

  વાડ્રા પર લંડન સ્થિત બ્રાયનસ્ટન સ્ક્વાયરમાં 19 લાખ પાઉન્ડમાં એક સંપત્તિ ખરીદવાનો આરોપ છે મામલાની તપાસ કરાઈ રહી છે વાડ્રાની કંપની સ્કાયલાઈટ હોસ્પિટાલિટી એલએલપીના કર્મચારી રહેલ અરોડા મામલાના સહ આરોપી છે

(1:17 am IST)