Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

પી, ચિદમ્બરમે કહ્યું હું INX માં આરોપી નથી :છેલ્લા 24 કલાકમાં જે થયું તેનાથી ખોટો સંદેશ ગયો

ચિદમ્બરમે સંબોધી પ્રેસ કોન્ફ્રન્સ ;કહ્યું હું જીવવા અને આઝાદીના અધિકારોમાંથી આઝાદી પસંદ કરીશ

નવી દિલ્હી INX મીડિયા કેસ મામલે નવી દિલ્હીમાં કોંગ્રસે મુખ્યાલય ખાતે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં પી.ચિદમ્બરમ પણ હાજર રહ્યા હતા. ચિદમ્બરમે કહ્યું હતું કે હું જીવવા અને આઝાદીના અધિકારોમાંથી આઝાદીનો અધિકાર પસંદ કરીશ. છેલ્લા 24 કલાકમાં જે થયું તેનાથી દેશમાં ખોટો સંદેશો ગયો છે.

   પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા. અહીં પી ચિદમ્બરમે કહ્યું કે તે INX મીડિયા કેસમાં આરોપી નથી. ચિદમ્બરમે કોંગ્રેસ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી. અહીં તેમની સાથે સીનિયર નેતા ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બ્લ અને અભિષેક મનુ સિંઘવી સહિત ઘણા નેતા હતા.
    પી,ચિદમ્બરમે કહ્યું હતું કે હું INX કૌભાંડમાં આરોપી નથી, મારા પરિવારનો કોઈપણ સભ્ય આ મામલે હજુ સુધી આરોપ નથી.

(12:00 am IST)