Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

કર્ણાટક વિધાનસભામાં પોર્ન જોતા પકડાયેલ બંને નેતાઓ યેદુરપ્પા સરકારમાં મંત્રી બન્યા

બંને નેતાઓ 2012માં વિધાનસભામાં પોર્ન વીડિયો જોતા પકડાયા બાદ રાજીનામું આપવું પડ્યું હતું

નવી દિલ્હીઃ  કર્ણાટકની યેદિયુરપ્પા સરકારના પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું હતું જેમાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ 17 નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા.હતા આમાં બે નામ એવાં સામેલ છે  જેના નામે પહેલા વિવાદ થયો હતો લક્ષ્‍મણ સાવદી અને સીસી પાટિલ. આ બંને નેતાઓ 2012માં ભાજપ સરકારમાં મંત્રી હતા, પરંતુ વિધાનસભામાં પોર્ન વીડિયો જોતા પકડાયા બાદ બંનેએ રાજીનામું આપવું પડ્યું હતું.

 ગવર્નર પાસે આમને મંત્રી બનાવવાની ભલામણ પહેલા યેદિયુરપ્પાની આ યાદી પર દિલ્હીમાં પાર્ટી નેતૃત્વની સહમતી લેવાઈ હતી. જેમાં ત્રીજા નંબર પર લક્ષ્‍મણ સંગપ્પા સાવદી અને ચૌદમા નંબરે ચંદ્રકાંતાગૌડા ચનપ્પાગૌડા પાટિલનું નામ જોવા મળી શકે છે, જેઓ વિધાનસભામાં પોર્ન વીડિયો જોતાં રંગે હાથે પકડાયા હતા.

  અગાઉ ફેબ્રુઆરી 2012માં લક્ષ્‍મણ સંગપ્પા સાવદી અને ચંદ્રકાંતાગૌડા ચનપ્પાગૌડા પાટિલ સહિત કુલ ત્રણ મંત્રીઓ ચર્ચામાં આવ્યા હતા જ્યારે પોર્ન ક્લિપ જોતો વીડિયો વાયરલ થયો હતો. જાણકારી મુજબ સદનની કાર્યવાહી ચાલુ હતી અને ત્રણેય પોતાની સીટ પર આરામથી પોર્ન વીડિયો જોવામાં મશગૂલ હતા. આ ઘટનાને કારણે એ સમયે ભાજપની ભારે ઠેકડી ઉડી હતી.

તે સમયે પોર્ન જોવાનો મામલાએ એટલો ગરમાવો પકડી લીધો હતો કે ત્રણેય મંત્રીઓએ પોતાના રાજીનામાં આપી દેવાં પડ્યાં હતાં. ત્યારે લક્ષ્‍મણ સંગપ્પા સાવદી કર્ણાટક સરકારમાં કોર્પોરેશન મંત્રી હતા. જ્યારે, સીસી પાટિલની પાસે મહિલા અને બાળ કલ્યાણ જેવાં વિભાગ હતાં.

(12:00 am IST)