Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

''એકલ વિદ્યાલય ફાઉન્ડેશન'': ભારતના છેવાડાના વિસ્તારોમાં વસતા જરૃરીયાતમંદ પ્રજાજનોને શ્રેષ્ઠ શિક્ષણ આપી શિક્ષિત કરતું નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશનઃ આગામી ૨૦૨૦ની સાલમાં દેશની ૧ લાખ સ્કુલોના બાળકોને શિક્ષિત કરવાનો લક્ષ્યાંક સર કરશે

ન્યુ દિલ્હીઃ ભારતના છેવાડાના વિસ્તોમાં વસતા જુરીયાતમંદ પ્રજાજનોના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ સાથે શિક્ષિત કરવા કાર્યરત એકલ વિદ્યાલય ફાઉન્ડેશન આગામી ૨૦૨૦ની સાલ સુધીમાં દેશની ૧ લાખ સ્કુલોને આવરી લેશે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૭ની સાલમાં એકલ વિદ્યાલય ફાઉન્ડેશનના વ્યાપ તથા તેના દ્વારા દેશની સ્કુલોમાં અપાતા શિક્ષણને ધ્યાને લઇ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આગામી પાંચ વર્ષમાં એટલે કે ૨૦૨૨ની સાલ સુધીમાં ૧ લાખ સ્કુલોને આવરી લેવાનો લક્ષ્યાંક આપ્યો હતો. જે બે વર્ષ વહેલો એટલે કે ૨૦૨૦ની સાલમાં પુરો થઇ જશે તેવું હાલના વ્યાપ ઉપરથી જણાય છે.

હાલમાં દેશની ૯૩ હજાર જેટલી સ્કુલોના ૨.૫૫ મિલયન બાળકો એકલ વિદ્યાલયનો લાભ મેળવી રહ્યા છે. જેમાં અર્ધા ઉપરાંત બાલિકાઓ છે. તથા આ વિદ્યાલય દ્વારા શિક્ષણ મેળવનાર બાળકો હાલમાં શિક્ષક, ઓફિસર, ટેકનોક્રેટસ સહિતના હોદાઓ ઉપર બિરાજમાન છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા  મળે છે.

(8:43 pm IST)