Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ઇન્ફોસિસના ફાઉન્ડર શ્રી નારાયણ મુર્થીના જીવન ઉપર ફિલ્મ બનાવાશેઃ પૂનામાં કોમ્યુટર પ્રોગ્રામર તરીકે નોકરી કરી ઇન્ફોસિસની સ્થાપના સાથે ભારતને આઇ.ટી.ક્ષેત્રે વિશ્વ સ્તરીય નામના અપાવીઃ સુવિખ્યાત ફિલ્મ નિર્માતા અશ્વિની આયર, નિતેષ તિવારી, તથા મહાવીર જૈનનું સંયુકત સાહસ

મુંબઇઃ ઇન્ફોસિસના ફાઉન્ડર ૭૨ વર્ષયી શ્રી એન.આર.નારાયણ મુર્થીના જીવન તથા સફળતા અને વિધ્નોને આવરી લેતી કથા આગામી દિવસોમાં રૃપેરી પરદા ઉપર દર્શાવવાનું આયોજન થઇ રહ્યું છે. જે સુવિખ્યાત ફિલ્મ નિર્માતા અશ્વિની આયરના દિગ્દર્શન હેઠળ રજુ કરાશે.

ફિલ્મમાં ૩૦ વર્ષની વયે પૂનામાં પટની કોમ્યુટરના પ્રોગ્રામર તરીકે કારકિર્દી શરૃ કરનાર IIT કાનપુરના પૂર્વ સ્ટુડન્ટ શ્રી નારાયણ મુર્થીની અત્યાર સુધીની સફળ યાત્રા દર્શાવાશે. સાથોસાથ સુશ્રી સુધા મુર્થી સાથેનો જીવન સંગાથ, જુદા જુદા ક્ષેત્રોમાં ડોનેશન તેમજ ચઢાવ-ઉતારથી લોકોને માહિતગાર કરી પ્રેરણા આપતી ફિલ્મ આગામી દિવસોમાં રજુ થશે જે માટેની તૈયારીઓ શરૃ થઇ ગઇ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ફિલ્મનું નિર્માણ મહાવીર જૈન તથા આયર તથા તેમના પતિ નિતેષ તિવારીના સંયુકત ઉપક્રમે કરાશે. જેના પટકથા લેખક તથા ડીરેકટર તરીકે સંજય ત્રિપાઠી છે.

ઉલ્લેખનીય છે કે શ્રીનારાયણ મુર્થી ભારતના આઇ.ટી.ઉદ્યોગને ટોપ ઉપર પહોંચાડવામાં નિમિત બન્યા છે.

(8:42 pm IST)